________________
૧૭૫
‘તત્ત્વાવબોધ’ના સત્તર પાઠ પરિપૂર્ણ તત્ત્વકલાથી આલેખી, શ્રીમદ્દે જૈન તત્ત્વજ્ઞાનના મહત્ત્વના વિષયોનું નિરૂપણ કર્યું છે. તેમાં તેમણે નવ તત્ત્વની કુશળતાપૂર્વક સમજૂતી આપી છે, ત્રિપદીનો અદ્ભુત પરમાર્થ સમજાવવા સ્યાદ્વાદશૈલી પ્રયોજી છે, તર્કબળથી જગતકર્તૃત્વવાદનું નીરસન કર્યું છે. પ્રૌઢ તાત્ત્વિક મીમાંસા દ્વારા નિષ્પક્ષપાત ન્યાયથી જૈન ધર્મની ઉત્તમતા અને સર્વોપરીતા પ્રસ્થાપિત કરી, આ પાઠોમાં તેમણે જિન દર્શનની પ્રભાવના કરી છે. વિવિધ પ્રશ્નો'ના પાંચ પાઠમાં તેમણે જૈન ધર્મની સિદ્ધાંતપ્રવેશિકાની ગરજ સારે તે રીતે કેટલાક સિદ્ધાંતોની તલસ્પર્શી છણાવટ કરી છે. તેમાં તેમની પ્રશ્નોત્તરશૈલીથી વસ્તુ ચર્ચવાની શક્તિનું દર્શન થાય છે.
‘જિનેશ્વરની વાણી’ કાવ્યમાં તેમણે જિનવાણીની મુક્તકંઠે સ્તુતિ કરી છે. આ સ્તુતિ શાસ્ત્રનું પઠન કરતાં પહેલાં મંગલાચરણરૂપે બોલવા યોગ્ય છે. ગંભીર અર્થને સમાવતા મોક્ષમાળાના અંતિમ પાઠરૂપ ‘પૂર્ણમાલિકા મંગલ' કાવ્યમાં રવિ, સોમ આદિ અઠવાડિયાના સાત વારના નામ શ્રીમદે પરમાર્થયુક્તિથી યોજી, સિદ્ધપદની પ્રાપ્તિ સુધીનો વિકાસ દર્શાવી, અંત્યમંગલ કર્યું છે. આમ, શ્રીમદ્દે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રને લગતા પાઠો સરળ, મિષ્ટ ભાષામાં રચી મોક્ષમાર્ગ પ્રરૂપતી ‘મોક્ષમાળા'નું નામ સાર્થક કર્યું છે. ‘મોક્ષમાળા'માં શ્રીમદે જૈનમાર્ગને યથાર્થ સ્વરૂપે સમજાવવાનો સફળ પ્રયાસ કર્યો છે.
‘મોક્ષમાળા’ગ્રંથનું ગદ્ય સરળ, મર્માળુ, આકર્ષક, ક્યારેક હાસ્યયુક્ત અને હૃદયમાં વસી જાય તેવું છે. તત્ત્વની વિચારણા પણ સામાન્ય જન માટે સમજવી ખૂબ સહેલી બને એ રીતે રજૂઆત પામી છે. સિદ્ધાંતોની સમજણ આપવા તેમણે સંવાદ અને પ્રશ્નોત્તરની રચના કરી છે, જે સમજવામાં સુગમ રહે છે. તત્ત્વનો બોધ કરતી કથાઓ અને રોચક દૃષ્ટાંતો વાચકના રસને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org