________________
૧૭૧
સરળ ભાષામાં મોક્ષમાર્ગનું સ્વરૂપ દર્શાવનાર લોકોપયોગી ગ્રંથ રચાય તો સારું એમ ધારી, તેમણે પ્રથમ “મોક્ષસુબોધ' નામનું શતક પદ્યમાં લખવું શરૂ કર્યું. પણ તે શૈલી સામાન્યજન ગ્રહણ નહીં કરી શકે એમ લાગતાં, તે અધૂરું રહેવા દઈ, તેમણે મુનિસમાગમ' નામે ગદ્યલેખ લખવો શરૂ કર્યો. તે પણ અધૂરો રહેવા દીધો.
વિ.સં. ૧૯૪૦ની ચૈત્ર પૂર્ણિમા આસપાસ શ્રીમદ્ મોરબી ગયેલા, ત્યારે શ્રી પોપટભાઈ દફતરીની વિનંતી સ્વીકારી, તેમના મકાનમાં બીજા માળે બેસી, શ્રીમદે ત્રણ દિવસમાં ૧૦૮ શિક્ષાપાઠયુક્ત બાલાવબોધરૂપ “મોક્ષમાળા'ની રચના કરી હતી. પછી શ્રીમદ્ તે લખાણ લઈ વવાણિયા ગયા હતા. તેવામાં ત્રણ સાધ્વીજી ત્યાં પધાર્યા અને તેમની જિજ્ઞાસા જોઈ, તે પાઠોની સ્પષ્ટ અક્ષરે નકલ કરીને શ્રીમદે તેમને તે વાંચવા આપ્યા હતા તથા શ્રીમદ્ પોતે ઉપાશ્રયે જઈ, તે પાઠો તેમને સમજાવતા હતા અને પછી તરત તે પાઠો પાછા લઈ આવતા હતા. મોક્ષમાળા' વિષે શ્રીમદે વિ.સં. ૧૯૫૫ના ચૈત્ર માસમાં મોરબીમાં જણાવ્યું હતું –
મોક્ષમાળા' અમે સોળ વરસ અને પાંચ માસની ઉંમરે ત્રણ દિવસમાં રચી હતી. ..... જૈનમાર્ગને યથાર્થ સમજાવવા ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, “અધ્યાત્મ રાજચંદ્ર' ત્રીજી આવૃત્તિ, પૃ.૮૧ નોંધઃ આ સંદર્ભમાં એવો ઉલ્લેખ પણ મળે છે કે એક વખત કચ્છમાંથી સ્થાનકવાસી સંપ્રદાયના ત્રણ મહાસતીજી શ્રીમની ખ્યાતિ સાંભળીને વવાણિયા આવ્યાં હતાં. તેમણે શ્રીમને જણાવ્યું કે જૈન ધર્મનાં સૂત્રો અર્ધમાગધી ભાષામાં હોવાથી સમજાતાં નથી, તેથી અમને સમજ પડે તેવું કાંઈક કરો. પછી શ્રીમદ્ દરરોજ મોક્ષમાળાના પાઠ લખીને આપતા ને તે પાઠ સમજાવતા અને બીજે દિવસે તે પાછા લઈ આવતા. બીજે દિવસ મોક્ષમાળાના બીજા પાઠ લખીને આપતા. એમ ત્રણ દિવસમાં મોક્ષમાળાના પાઠ લખીને આપ્યા હતા અને સમજાવ્યા હતા. - “શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ', બીજી આવૃત્તિ, પૃ. ૫૭-૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org