________________
૧૬૯ ગેય ગુણ ધરાવતી હોવાથી સ્ત્રીઓને વિશેષ આકર્ષણરૂપ નીવડે તેમ છે. આટલી નાની વયે પણ શ્રીમનું ભાષા ઉપર પ્રભુત્વ અને નૈસર્ગિક કવિત્વ હોવાથી ક્યાંય મારીમચડીને પ્રાસ સમાવવા કે બેસાડવા નથી પડ્યા, પરંતુ તે સહજપણે યોજાયા છે, એટલું જ નહીં, માધુર્ય-પ્રાસાદાદિ કાવ્યગુણો વડે તે કાવ્યો ઝળહળે છે. તેમની ભાષા વિષયને અનુરૂપ ભાવને ઝીલીને પાણીના પ્રવાહની પેઠે વહે છે. કવિ નર્મદાશંકરનો સુધારાનો જુસ્સો અને કવિ દલપતરામની સરળ નીતિનો સુભગ સમન્વય આ પુસ્તકમાં જોવા મળે છે. કન્યાશાળાઓમાં ચાલતી પંડિત નવલરામ લક્ષ્મીરામની બાળગરબાવલી કરતાં સરળ ભાષા ધરાવતા, તત્કાલીન સમાજને અત્યંત ઉપયોગી થાય એવા આ પુસ્તકમાં શ્રીમન્નાં ઉચ્ચ કવિત્વનું, ઉત્તમ વ્યક્તિત્વનું, દેશપ્રીતિનું, નીતિપ્રિયતાનું અને સુધારક વૃત્તિનું દર્શન થાય છે. લઘુવયમાં તેમણે દર્શાવેલા વિચારોની ઉચ્ચતા, પરિપક્વતા, સ્પષ્ટતા તથા પદ્યરચનાની સ્વાભાવિકતા આશ્ચર્યકારક છે. આમ, સામાજિક ક્રાંતિના ક્ષેત્રે શ્રીમદે સાહિત્યસર્જન દ્વારા નવજાગૃતિનો પ્રશંસનીય પ્રયાસ કર્યો છે.
મોક્ષસુબોધ શ્રીમદ સત્તરમા વર્ષ પહેલાં “મોક્ષસુબોધ' નામનો પદ્યગ્રંથ રચવાની શરૂઆત કરી હતી, જે અપૂર્ણ રહ્યો હતો. તેના પ્રથમ શતકની ૨૦ કડી ઉપલબ્ધ છે. ગ્રંથના આરંભરૂપ મંગલપ્રસંગે શ્રીમદે, આત્મધર્મની પ્રાપ્તિ થાય અને અનાદિનો ભ્રમ દૂર થાય એવો ગ્રંથરચનાનો હેતુ બતાવ્યો છે અને પછી આદિ તીર્થંકર શ્રી ઋષભદેવના ગુણોનું સ્મરણ કરી તેમને વંદન કર્યા છે. પછીના ૧૭ દોહરામાં તેમણે પ્રભુપ્રાર્થના રચી છે. તેની પ્રત્યેક કડીમાં ભગવાન ‘ભયભંજન’ છે એમ જણાવ્યું છે. શરૂઆતના દોહરામાં તેમણે પ્રભુના ગુણો વર્ણવ્યા છે અને ૧- “શ્રીમદ્ રાજચંદ્ર' છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧-૩ (આંક-૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org