________________
૧૧૮
શ્રી જૂઠાભાઈએ શ્રીમદ્ પોતાના પરમ આરાધ્ય પદે સ્થાપ્યા હતા, તથાપિ માર્દવમૂર્તિ શ્રીમદ્ શ્રી જુઠાભાઈને વીતરાગધર્મની દૃઢતાનો તથા પોતાના ઇષ્ટદેવ શ્રી પાર્શ્વનાથાદિ જિનપરમાત્માની ભક્તિનો જ બોધ કરતા. માન અને માયારૂપ મહાશત્રુઓને જીતી લેનાર મહાગુણસંપન્ન શ્રીમદ્ પત્રોમાં વારંવાર પોતાની લઘુતા દર્શાવતા, પરંતુ મુમુક્ષુતાનાં નેત્રોથી સાચા ગુરુને ઓળખી લેનાર શ્રી જૂઠાભાઈનો શ્રીમદ્ પ્રત્યેનો પ્રશસ્ત પ્રેમ એટલો વધી ગયો કે તેમનાથી શ્રીમનો વિરહ સહન થતો ન હતો અને તેઓ શ્રીમન્નાં દર્શન-સમાગમ માટે અતિશય ઝૂરતા હતા. વિ.સં. ૧૯૪૫થી શ્રી જૂઠાભાઈનું આરોગ્ય કથળ્યું અને તેથી જો દેહ છૂટી જશે તો પોતે આ અપૂર્વ સત્સમાગમનો
- ડી મેળવી શકે એવો પારમાર્થિક ખેદ તેમને અત્યંત વ્યાકુળ કરી મૂકતો. શ્રીમદ્ તેમને એ ચિંતા અને ખેદ દૂર કરી, ધર્મધ્યાનમાં લીન રહેવાનો વારંવાર ઉપદેશ આપતા અને પુરુષાર્થની પ્રેરણા આપી ધીરજ પણ બંધાવતા કે –
“નિરંતર સમાધિભાવમાં રહો. હું તમારી સમીપ જ બેઠો છું એમ સમજો. .
તે પુરુષને પ્રત્યેક લઘુ કામના આરંભમાં પણ સંભારો, સમીપ જ છે.૧
વિ.સં. ૧૯૪૬માં શ્રી જૂઠાભાઈની આરોગ્ય સ્થિતિ ઉત્તરોત્તર ક્ષીણ થતી ગઈ, પરંતુ શ્રીમદ્ભા પત્રોના કારણે તેઓ પરમ વૈરાગ્યમાં ઝૂલવા માંડ્યા અને સમાધિમરણ માટે જાગૃત થઈ ગયા. શ્રીમના આત્મલાભકારી પ્રત્યક્ષ એવમ્ પરોક્ષ સત્સમાગમના બળે તેમના અંતરમાં સમ્યત્વ પ્રકાણ્યું હતું. તેમની પ્રગટ વૈરાગ્યદશા અને ઉદાસીનતા છતાં તેમના કુટુંબીઓ તેમની અંતરંગ દશાથી છેવટ સુધી અજાણ જ રહ્યા હતા.
વિ.સં. ૧૯૪૬ના અષાઢ સુદ ૯ના દિવસે માત્ર તેવીસ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૮૪ (પત્રાંક-૫૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org