________________
૧૩૭ ઉંમરમાં ચૌદ વર્ષ મોટા તથા પોતે મુનિવેષમાં હોવા છતાં તેમણે બાવીસ વર્ષીય ગૃહસ્થવેષવાળા શ્રીમદ્ પૂજ્યબુદ્ધિથી વિના સંકોચે ત્રણ દંડવત્ નમસ્કાર કર્યા અને આત્મજ્ઞાન તથા બહ્મચર્યની દૃઢતાની ભાવના વ્યક્ત કરી. થોડી વાર મૌન રહી, પછી શ્રીમદે તેમના જમણા પગનો અંગૂઠો તાણી કોઈ ચિહ્ન તપાસી જોયું. ઘરે જતાં રસ્તામાં શ્રીમદે શ્રી અંબાલાલભાઈને જણાવ્યું કે શ્રી લલ્લુજી મુનિ સંસ્કારી પુરુષ છે. શ્રીમદ્ ખંભાત સાત દિવસ રહ્યા હતા, ત્યાં સુધી શ્રી લલ્લુજી મુનિ રોજ શ્રી અંબાલાલભાઈને ત્યાં એકાંતમાં શ્રીમદ્ભા સમાગમનો લાભ લેતા હતા; અને શ્રીમને તેમણે પોતાના પરમાર્થગુરુ તરીકે અંતરમાં સ્થાપિત કર્યા હતા.
શ્રીમદ્ એકાદ અઠવાડિયું ખંભાત રહી મુંબઈ પધાર્યા. તે પછી શ્રી લલ્લુજી મુનિ શ્રી અંબાલાલભાઈ મારક્ત શ્રીમદ્ સાથે પત્રવ્યવહાર કરી જ્ઞાનવાર્તાનો લાભ મેળવતા હતા. શ્રીમદે મુનિશ્રી ઉપર લખેલા ૯૨ જેટલા પત્રો હાલ ઉપલબ્ધ છે. તેમાંના મોટા ભાગના પત્રો વિસ્તારવાળા છે. તેમના ઉપર લખાયેલા પત્રોમાં ગ્રંથવાંચન વિષે સમજણ, કેટલાક ગ્રંથો વિષેનો શ્રીમદ્ભો અભિપ્રાય, મુનિના આચરણ વિષેનું માર્ગદર્શન, શ્રીમદ્ભી અંતરંગ દશાનો પરિચય, નિર્વાણમાર્ગનું રહસ્ય વગેરે જોવા મળે છે. તે પત્રોનો ઉદ્દેશ હતો શ્રી લલ્લુજી મુનિમાં વૈરાગ્યની વૃદ્ધિ કરાવવાનો, પંચ મહાવતમાં દેઢતા વધારવાનો, સ્વચ્છંદ-પ્રતિબંધરૂપ બંધન ટાળવાનો, મતમતાંતરનો ત્યાગ કરાવવાનો, આત્મભાવ વધારવાનો, રાગ-દ્વેષરહિત દશાની પ્રાપ્તિ કરાવવાનો. આ પત્રવ્યવહારના પરિણામે પરમાર્થમાર્ગ પ્રત્યે તેમની અત્યંત દઢતા થઈ હતી અને તેઓ શ્રીમની આજ્ઞામાં તન્મયપણે જીવન ગાળવા કટિબદ્ધ થયા હતા.
મુનિ થઈને એક ગૃહસ્થને પોતાના ગુરુ તરીકે સ્વીકારવા માટે પોતાના સંઘ તરફથી થતી પ્રતિકૂળતાઓ અને રૂઢિચુસ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org