________________
(૧) પ્રાસ્તાવિક
અદ્દભુત જ્ઞાનાવતાર, વિદેહીદશાવિભૂષિત, સ્વરૂપમગ્ન, તત્ત્વજ્ઞશિરોમણિ શ્રીમદ્ રાજચંદ્રજી જેવી વિશ્વની અલૌકિક વિરલ વીતરાગવિભૂતિના અક્ષરદેહની કીર્તિસૌરભ આજે સર્વત્ર પ્રસરતી જાય છે. અનેક લોકો તેનાથી પરિચિત થતા જાય છે; એટલું જ નહીં પણ શ્રીમન્ના અલૌકિક સગુણોથી આકર્ષાઈ, તેમના ગહન સાહિત્યથી મુગ્ધ બની, અધ્યાત્મરસિક જિજ્ઞાસુઓ તેનાં અભ્યાસ, વાંચન, મનન, પરિશીલન આદિથી પોતાનું શ્રેય સાધવા ઉત્સુક બન્યા છે અને તેમનાં વચનામૃતોની વિચારણામાં જ નિમગ્ન રહી, સ્વરૂપસિદ્ધિ સાધવા સદા પ્રયત્નશીલ રહે છે. શ્રીમનાં વચનામૃતો સાધકને ઊંડી વિચારણા દ્વારા ઘણી જ ઊંચી ભૂમિકા પર્યત લઈ જવામાં પરમ ઉપકારક થવા યોગ્ય છે. શ્રી લલ્લુજી મુનિ શ્રીમન્નાં વચનો સંબંધી કહે છે કે –
પરમ માહાચવંત સદગુરુ શ્રીમદ્ રાજચંદ્રદેવનાં વચનોમાં તલ્લીનતા શ્રદ્ધા જેને પ્રાપ્ત થઈ છે કે થશે તેનું મહદ્દ ભાગ્ય છે. તે ભવ્ય જીવ અભ કાળમાં મોક્ષ પામવા યોગ્ય છે. તેમનાં પત્રો તથા કાવ્યો સરળ ભાષામાં હોવા છતાં ગહન વિષયોની સમૃદ્ધિથી ભરપૂર છે, માટે અવશ્ય મનન કરવા યોગ્ય છે, સ્મરવા યોગ્ય છે, ભાવવા યોગ્ય છે, અનુભવવા યોગ્ય છે. ૧
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પણ શ્રીમનાં લખાણો સંબંધી ખૂબ ઊંચો અભિપ્રાય ધરાવતા હતા. તેઓ યરવડા જેલમાં હતા ત્યારે તેમણે “રાયચંદભાઈનાં કેટલાંક સ્મરણો’ શીર્ષક હેઠળ શ્રીમદ્ સાથેના સહવાસ દરમ્યાન પોતાને થયેલા અનુભવો ટાંક્યા છે. તેમાં તેઓશ્રી જણાવે છે –
તેમનાં લખાણ એ તેમના અનુભવનાં બિંદુ સમાં છે. તે ૧- “શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ', બીજી આવૃત્તિ, પૃ.૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org