________________
૧પ૯ આમ, શ્રીમદ્ભાં ગદ્ય તેમજ પદ્યરૂપે ઉપલબ્ધ આધ્યાત્મિક લખાણોનો સંગ્રહ એક ભવ્ય ગ્રંથના આકારે પ્રગટ થયો છે. તેમાં વયાનુક્રમે શ્રીમનું આંતર જીવન, તત્ત્વજ્ઞાન સંબંધીના તેમના નિર્ણયો, મુમુક્ષુઓને આપેલ સચોટ માર્ગદર્શન, અત્યંતર દશાનાં અવલોકનો આદિ પારમાર્થિક વિષયોનો સમાવેશ થાય છે. જીવને સ્વાનુભવ કઈ રીતે થઈ શકે તે માર્ગ, અનુભવસિદ્ધપણે અત્યંત સરળ ભાષામાં આ ગ્રંથમાં દર્શાવવામાં આવ્યો છે. કોઈ પણ સાધકના આંતર જીવનની નોંધોનાં આવાં સમૃદ્ધ કહી શકાય એવાં ગ્રંથો ગુજરાતી ભાષામાં બહુ ઓછાં છે. એ દષ્ટિએ “શ્રીમદ્ રાજચંદ્ર' બૃહદ્ ગ્રંથ ગુજરાતી સાહિત્યમાં એક સીમાસ્તંભરૂપ છે. ગુજરાતી ભાષાના સાહિત્યના ઇતિહાસમાં તે એક અનોખું સ્થાન પ્રાપ્ત કરે છે. ગુજરાતી સાહિત્યના એક અગ્રગણ્ય વિચારક આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવે આ ગ્રંથ વિષે વઢવાણમાં વિ.સં. ૧૯૭૩ની કાર્તિક પૂર્ણિમાના દિવસે શ્રીમન્ની જન્મજયંતીના પ્રસંગે પ્રમુખપદેથી ભાષણ આપતાં કહ્યું હતું કે –
“ગુજરાતના જાહેર જીવનમાં મારું જે અલ્પ સ્થાન છે તેને લક્ષમાં લઈ અને મારે શિરે જે જવાબદારી રહેલી છે તેનો વિચાર કરી, મારે કહેવું જોઈએ કે શ્રીમદ્ રાજચંદ્રના ગ્રંથને એક આદર્શ રૂપે રાખવામાં આવે તો તેથી તેના ઉપાસકને અત્યંત લાભ થયા વગર રહે નહીં. એ ગ્રંથમાં તત્વજ્ઞાનનાં ઝરણા વહ્યા કરે છે. એ ગ્રંથ કોઈ ધર્મનો વિરોધી નથી, કારણ કે તેની શૈલી બહુ ગંભીર પ્રકારની છે. હું આ ગ્રંથ વાંચવાની અને વિચારવાની સૌને વિનંતી કરી મારું બોલવું સમાપ્ત કરું છું.
અનેક વિદ્વાનોના મત અનુસાર આત્માર્થી જીવોને માર્ગદર્શન કરવાને આ ગ્રંથ પરિપૂર્ણ રીતે સમર્થ છે. જે ૧- શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ', બીજી આવૃત્તિ, પૃ.૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org