________________
૧૬૨
માર્ગદર્શન મેળવવા તેમના સત્સંગીઓ તેમને પત્રો લખતા અને શ્રીમદ્ તેમને વિવિધ દૃષ્ટિકોણથી, તેમની કક્ષાને અનુરૂપ, સરળ ભાષામાં તાત્ત્વિક માર્ગદર્શન આપતા. તેમણે આપેલા પરમ રહસ્યભૂત ખુલાસાઓ ઉપરથી વસ્તુતત્ત્વ સમજાવવાની તેમની નિપુણતાનો પરિચય થાય છે. તેમણે કેવા વાત્સલ્યભાવથી પોતાના આરાધક વર્ગનું જીવન ઘડ્યું તે તેમના પત્રોમાં સુંદર રીતે પ્રગટ થાય છે.
શ્રીમદ્દ્ના પત્રોમાં પરમાર્થવિચારણાને જ મુખ્ય સ્થાન મળ્યું છે. તેમણે પ્રાણીમાત્રના રક્ષક, બંધવ અને હિતકારી એવા વીતરાગના પરમશાંતરસમય ધર્મની મુક્ત કંઠે પ્રશસ્તિ કરી, જન્મ-જરા-મરણાદિ બંધનરૂપ સંસારથી વિરામ પામવા સર્વોત્કૃષ્ટ વીતરાગધર્મનો આશ્રય કરી, પ્રમાદ છોડી, રત્નચિંતામણિ સમાન મનુષ્યદેહને સાર્થક કરવાનું ભાવવાહી આહ્વાન કર્યું છે. તેમના પત્રોમાં આત્મસ્વરૂપ, મોક્ષ, મોક્ષમાર્ગ, ધર્મ, સદ્ગુરનું માહાત્મ્ય, પ્રત્યક્ષ સત્પુરુષની આવશ્યકતા, આજ્ઞાભક્તિ, જ્ઞાનીદશા, જ્ઞાનીની ઓળખાણ, જીવની પાત્રતા આદિ વિષયો ઉપર તેમણે આપેલો બોધ પ્રાપ્ત થાય છે. તેમણે તેમના પત્રોમાં ઠેર ઠેર સદ્ગુરુ અને સત્સંગનો મહિમા ગાયો છે. શ્રીમદે અનેક પત્રોમાં આધ્યાત્મિક મૂંઝવણોના સ્પષ્ટ સમાધાન આપ્યાં છે. કેટલાક પત્રોમાં તેમણે પોતાની અંતરંગ દશા દર્શાવી છે. કેટલાક પત્રોમાં શ્રીમદે પારિભાષિક શબ્દોના તથા અવતરણોનાં સ્પષ્ટ અર્થ, સરળ વિસ્તાર અને પારમાર્થિક ખુલાસા પણ આપ્યા છે. તેમના પત્રસાહિત્ય દ્વારા તે તે વિષયો અંગેના તેમના ગહન આશ્ચર્યકારી જ્ઞાનની પ્રતીતિ થાય છે. શ્રીમા પત્રોનું પરિશીલન એ શ્રીમના વ્યક્તિત્વને જાણવાનો તથા તેમના આંતરઆશયને સમજવાનો ઉત્તમ ઉપાય છે.
શ્રીમદ્દા પત્રોનું ગદ્ય સરળ, સચોટ, પ્રાસાદિક, ભાવવાહી અને પ્રતીતિકર છે. તેમાં વિષયનું વૈવિધ્ય છે અને તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org