________________
૧૬૫
હોત તો શ્રીમદ્નું અંતરંગ જીવન જાણવાના એક અમૂલ્ય માધ્યમથી મુમુક્ષુ જીવો વંચિત રહ્યા હોત અને શ્રીમદ્દ્ન તેમના પ્રત્યક્ષ સમાગમમાં આવનાર મુમુક્ષુઓ સિવાય કોઈ ઓળખી શક્યું ન હોત.
અધ્યાત્મનિમગ્ન શ્રીમદ્ના અનુભવના નિચોડરૂપ આ વચનો ભવ્ય જીવોને સન્માર્ગપ્રાપ્તિમાં પરમ ઉપકારક તથા સત્શિક્ષારૂપ છે. વિવિધ દૃષ્ટિએ છણાવટ પામેલા સંખ્યાબંધ મુદ્દાઓમાંથી જિજ્ઞાસુ જીવોને જીવનશુદ્ધિનો અને આત્મજ્ઞાનનો યથાર્થ માર્ગ મળી રહે છે. આ વચનો વ્યક્તિગત ન રહેતાં સર્વ જિજ્ઞાસુઓ માટે હંમેશાં અત્યંત લાભકારી નીવડે એવાં છે. તેમના પત્રો એટલા તત્ત્વસભર છે કે તે પત્રોનો વારંવાર, જુદા જુદા દષ્ટિકોણથી અભ્યાસ કરી શકાય તેમ છે. તેમના પત્રો જેમ જેમ વાંચવામાં આવે છે, તેમ તેમ તેમાંથી નવી નવી સ્ફુરણા ઉદ્ભવે છે. મુમુક્ષુને જીવન ઉન્નત બનાવવાની પ્રેરણા આપનાર અને આત્મજાગૃતિ કરાવનાર, દીવાદાંડી સમા, ટંકોત્કીર્ણ સુવર્ણ અક્ષરલેખ સમા આ પત્રો દરેક મુમુક્ષુએ પુનઃ પુનઃ વાંચન-મનન કરવા યોગ્ય છે, હૃદયમાં કોતરી રાખવા યોગ્ય છે.
વીતરાગધર્મનો અનન્ય મહિમા અને નિશ્ચય જેમના આત્માના પ્રદેશે પ્રદેશે વસ્યો હતો એવા પરમ ધર્મમૂર્તિ શ્રીમદ્દ્ના પત્રોમાં અનુભવનો રણકાર સંભળાય છે. જૈન તત્ત્વજ્ઞાન તેમના જીવનમાં એટલું બધું ઓતપ્રોત હતું કે તેમનાં વચન અને વ્યવહાર જૈન તત્ત્વજ્ઞાનનાં દર્પણ સમાન બની ગયાં છે. તેઓ શ્રી જિનોક્ત પરમાર્થમાર્ગના ખરેખરા અનુયાયી અને પ્રરૂપક છે. તેમના પત્રોમાં અથથી ઇતિ સુધી તેમણે સર્વત્ર આત્મા, આત્મા અને આત્માનો જ દિવ્ય ધ્વનિ ગૂંજાવી જગતના જીવો ઉપર પરમ ઉપકાર કર્યો છે. શ્રીમદ્ની પ્રતિભા વિષે ડૉ. ભગવાનદાસ મહેતા અહોભાવપૂર્વક લખે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org