________________
૧૪૫ પોતે હજારોના વેપાર ખેડતા, હીરામોતીની પારખ કરતા, વેપારના કોયડા ઉકેલતા. પણ એ વસ્તુ તેમનો વિષય નહોતી. તેમનો વિષય-તેમનો પુરુષાર્થ તો આત્માઓળખહરિદર્શન-હતો. પોતાની પેઢી ઉપર બીજી વસ્તુ હોય યા ન હોય, પણ કોઈ ને કોઈ ધર્મપુસ્તક અને રોજનીશી હોય જ. વેપારની વાત પૂરી થઈ કે ધર્મપુસ્તક ઊઘડે અથવા પેલી નોંધપોથી ઊઘડે. તેમના લેખોનો જે સંગ્રહ પ્રગટ થયો છે તેમાંનો ઘણો ભાગ તો આ નોંધપોથીમાંથી લેવાયેલો છે. જે મનુષ્ય લાખોના સોદાની વાત કરી લઈને તુરત આત્મજ્ઞાનની ગૂઢ વાતો લખવા બેસી જાય તેની જાત વેપારીની નહીં પણ શુદ્ધ જ્ઞાનીની છે. તેમનો આવી જાતનો અનુભવ મને એક વેળા નહીં પણ અનેક વેળા થયેલો. મેં તેમને કદી મૂચ્છિત સ્થિતિમાં નથી જોયા.
મુંબઈમાં વકીલાતમાં નિષ્ફળ જતાં નિરાશ થઈ ગાંધીજી રાજકોટ ગયા. આ સમયે પોરબંદરમાં અબ્દુલ્લા શેઠ નામના એક મુસ્લિમ વેપારીએ પોતાની પેઢીના વેપારી કેસ અંગે પગારદાર વકીલ તરીકે આફ્રિકા આવવાની ગાંધીજી પાસે દરખાસ્ત મૂકી. તે દરખાસ્ત સ્વીકારીને વિ.સં. ૧૯૪૯ના ઉનાળામાં ગાંધીજી આફ્રિકા ગયા. ત્યાં ગાંધીજીએ સફળતાપૂર્વક પોતાની કામગીરી બજાવી, બન્ને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું અને પ્રતિષ્ઠા તેમજ લોકપ્રિયતા પ્રાપ્ત કરી. ત્યાંના તેમના મુસલમાન અને ખ્રિસ્તી મિત્રો પોતાના ધર્મની ખૂબીઓ ગાંધીજી સમક્ષ મૂકી, પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે એવું પ્રતિપાદન કરવા લાગ્યા અને પોતાનો ધર્મ સ્વીકારવા ગાંધીજીને લલચાવવા લાગ્યા. ગાંધીજી ખાસ કરીને ખ્રિસ્તી મિત્રોના કેટલાક ગુણોના કારણે તેમના પ્રતિ વિશેષ આકર્ષાયા. વળી, હિંદુ ધર્મની ૧- મહાત્મા ગાંધીજી, “આત્મકથા', ભાગ-૨, પ્રકરણ “રાયચંદભાઈ',
પૃ.૮૨-૮૩
લાગ્યા નથી. પોતાના મિત્રો પાસ કાપ્ત કરી. સમાધાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org