________________
૧૪૭ ઉપર લખેલા આ લાંબા પત્ર ઉપરાંત બીજા બે પત્રો પણ ઉપલબ્ધ છે. તેમાંના એક પત્રમાં શ્રીમદે આત્માનાં છ પદ સમજવાની આવશ્યકતા દર્શાવી છે અને બીજા પત્રમાં જ્ઞાતિવ્યવહારની આવશ્યકતાનો પ્રશ્ન જુદાં જુદાં દષ્ટિબિંદુથી ચર્ચો છે. પોતાના ખ્રિસ્તી અને મુસલમાન મિત્રોને ત્યાં ભોજન લેવું તે ધર્મની દષ્ટિએ યોગ્ય ગણાય કે કેમ તે બાબત ગાંધીજીને આફ્રિકામાં ઉદ્ભવેલ પ્રશ્નના જવાબરૂપે શ્રીમદે આ પત્રમાં આર્ય આચાર-વિચાર, આર્ય-અનાર્ય ક્ષેત્ર, ભસ્યાભઢ્ય વિવેક, વર્ણાશ્રમ ધર્મની અગત્યતા, વ્યવહારધર્મ વગેરે વિષે ખુલાસાપૂર્વક લખ્યું છે. આ ત્રણ પત્રો વ્યક્તિગત રીતે લખાયા હોવા છતાં સર્વને ઉપયોગી થાય તેવા છે.
અબ્દુલ્લા શેઠના કેસ પછી ગાંધીજીએ આફ્રિકામાં વકીલાત શરૂ કરી. તેમણે ત્યાંના હિંદીઓને થતા અન્યાય સામે લડત ચલાવી અને વકીલ તરીકે વિનામૂલ્ય સેવાઓ આપવા માંડી. લડત વ્યવસ્થિતરૂપે ચલાવવા હિંદીઓનો સહયોગ લેવા વિ.સં. ૧૯૫૨ના ઉનાળામાં તેઓ ભારત આવ્યા. અહીં ભાષણો, દેશના નેતાઓ સાથે વિચારવિમર્શ, પત્રિકાઓ પ્રગટ કરવી ઇત્યાદિમાં તેઓ વ્યસ્ત રહ્યા. વિ.સં. ૧૯૫૩ના શિયાળામાં ડરબનથી તાર મળતાં પાછા આફ્રિકા ગયા. તેઓ છે મહિના હિંદમાં રોકાયા તે દરમ્યાન શ્રીમદ્ નિવૃત્તિ અર્થે ગુજરાતમાં ગયા હોવાથી બનેનો મેળાપ થઈ શક્યો ન હતો. ગાંધીજીનો આફ્રિકાથી શ્રીમદ્ સાથેનો પ્રાસંગિક પત્રવ્યવહાર ચાલુ હતો. વિ.સં. ૧૯૫૭ના ઉનાળામાં ગાંધીજી હિંદ પાછા ફર્યા તે પહેલાં શ્રીમના દેહોત્સર્ગના સમાચાર તેમને મળી ચૂક્યા હતા. હિંદ આવ્યા પછી તેઓ શ્રીમન્ના કુટુંબીઓને ૧- તા. ૨૧-૫-૧૯૦૧(સન)ના રોજ, ૧૪ મર્ક્યુરી લેન, ડરબનથી, શ્રી
રેવાશંકરભાઈને તેમણે પત્ર લખ્યો હતો – “મુરબ્બી ભાઈ રેવાશંકર,
કવિશ્રી ગુજરી જવાના ખબર ભાઈ મનસુખલાલના કાગળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org