________________
૧૫૦ યરવડાના કેદખાનામાં લખેલાં શ્રીમન્નાં સ્મરણોનાં પ્રકરણોના છેલ્લા અધૂરા પ્રકરણને પૂરું કરી, તેમાં બીજી કેટલીક વસ્તુઓનો સમાવેશ કરી, “રાયચંદભાઈનાં કેટલાંક સ્મરણો' નામનો એક લેખ તૈયાર કર્યો હતો. તેમાં તેમણે શ્રીમની ઘણી પ્રશસ્તિ કરી છે. વળી, ગાંધીજીએ તેમની આત્મકથામાં “રાયચંદભાઈ નામનું પ્રકરણ લખ્યું છે. આ પ્રકરણથી સમગ્ર જગતના લોકો શ્રીમદ્થી પરિચિત થયા છે.
ગાંધીજીના અથાગ પ્રયાસથી વિ.સં. ૨૦૦૩ના પ્રથમ શ્રાવણ વદ ૧૪ના દિવસે હિંદને સ્વરાજ મળ્યું. તે વખતે હિંદુમુસલમાનના હુલ્લડો તેની પરાકાષ્ઠાએ પહોંચ્યા. બંગાળના હુલ્લડો શાંત કરી ગાંધીજી દિલ્હી ગયા. ત્યાં શાંતિ સ્થાપવા મથતા ગાંધીજી ઉપર વિ.સં. ૨૦૦૪ના પોષ વદ ૫ ના શુક્રવારે સાંજે દિલ્હીમાં પ્રાર્થના સભામાં જતી વખતે નથુરામ ગોડસે નામના એક યુવાને ગોળી ચલાવી. ગાંધીજી રામનામ જપતાં મૃત્યુને ભેટ્યા.
આમ, શ્રીમદે તેમનાં આચરણ અને બોધ દ્વારા અનેક મુમુક્ષુઓના આત્મવિકાસમાં મહત્ત્વનો ફાળો આપેલો જોઈ શકાય છે. શ્રીમદ્દના પ્રેરક સમાગમથી તેઓનાં જીવનમાં કેવું આમૂલાગ્ર પરિવર્તન આવ્યું હતું, તેઓનાં જીવનને કેવો સાચો રાહ પ્રાપ્ત થયો હતો, એનો સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે. શ્રીમદ્ભા પરિચયમાં આવનારી વ્યક્તિઓ ખરેખર ભાગ્યશાળી જ ગણાય.
શ્રીમદ્દો ક્ષરદેહ તો હાલ આપણી વચ્ચે નથી, પરંતુ તેમનો અક્ષરદેહ તો જ્વલંત જ્ઞાનજ્યોતિરૂપે મુમુક્ષુજનોનાં માર્ગદર્શન માટે ઝળહળી રહેલ છે. વિવિધ જિજ્ઞાસુઓને પ્રતિબોધવા માટે તેમણે લખેલું અદ્ભુત જ્ઞાનપ્રકાશયુક્ત અમૂલ્ય સાહિત્ય “શ્રીમદ્ રાજચંદ્ર' નામના ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલ છે, જે આજે પણ અનેક આત્માથી જિજ્ઞાસુઓની જ્ઞાનપિપાસા તૃપ્ત કરવા ઉપકારી બની રહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org