________________
૧૫૪ અંધશ્રદ્ધાની આંધી દૂર થઈ, સતશ્રદ્ધાની જ્યોત પ્રગટી, કુગુરુની ઉત્થાપના થઈ, સાચા સદગુરુની સંસ્થાપના થઈ, શુષ્કજ્ઞાનીઓની શુષ્કતા સુકાઈ, ક્રિયાજકોની જડતાની જડ ઉખડી અ ને ધર્મ તેના શુદ્ધ વસ્તુધર્મસ્વરૂપે પ્રસિદ્ધ થયો.
અચિંત્ય માહાભ્યવંતા મહાપુરુષોનાં જીવનનું મૂલ્યાંકન શબ્દથી કદી થઈ શકે નહીં. જેમ વિશ્વના સર્વ પદાર્થોને જોવામાં સહાયક એવા પરમપ્રકાશવંત સૂર્ય સામે દૃષ્ટિ કરતાં આંખ અંજાઈ જાય છે, દષ્ટિ ત્યાં ટકી શકતી નથી એવો એનો પ્રભાવ છે; તેમ વાણીવિભૂતિના સ્વામી, સાક્ષાત્ સરસ્વતી અને આત્મસ્વરૂપમાં લીન થયેલા સ્વપરપ્રકાશક પુરુષોનો મહિમા ગાવા જતાં વાણી ટકી શકતી નથી, શબ્દો મૂક બની જાય છે અને તેથી તે અકથ્ય માહાભ્યનું ગાન પ્રાયઃ “અહો! અહો!' શબ્દોથી સમાપ્તિ પામે છે.
૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘અધ્યાત્મ રાજચંદ્ર', ત્રીજી આવૃત્તિ,
પૃ.૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org