________________
ચારિત્ર
શ લઈને આવી વીરે
૧૪૩ બે વર્ષ નાના) મહાત્મા ગાંધીજીનો અંતરંગ સંબંધ એ માત્ર તેમના બન્નેનાં જીવનનું જ નહીં, માત્ર ગુજરાતનું જ નહીં, પરંતુ ભારતના સાંસ્કારિક, રાજકીય અને આધ્યાત્મિક ઈતિહાસનું એક ઉજ્વળ પ્રકરણ છે. અહિંસા અને સત્યના પંથે ભારતને ગુલામીમાંથી મુક્ત કરવાના ગાંધીજીના ભગીરથ દેશવ્યાપી પ્રયાસો, સત્યાગ્રહની લડત અને પરિણામે અહિંસક ક્રાંતિ દ્વારા સ્વરાજ્યની પ્રાપ્તિ - એ જગતમાં અહિંસા, સંયમ અને તપનું મહાન, અજોડ પરિણામ છે. એ મહાપુરુષના જીવનના પાયામાં શ્રીમનાં સંપર્ક અને સચોટ માર્ગદર્શનથી સત્ય-અહિંસાના સિદ્ધાંતનું પ્રબળ પ્રામાણિક વિજ્ઞાન ચણાઈ ગયું હતું.
શ્રીમદ્ભા પ્રત્યક્ષ સમાગમે અને તેમના પત્રોએ ગાંધીજીનું ચારિત્ર ઘડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. શ્રીમમાંથી અખૂટ પ્રેરણા લઈને ગાંધીજીએ અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ પરિમાણ, તપશ્ચર્યા વગેરે અપનાવ્યાં હતાં. વર્ષો સુધી ચાલેલો એ આધ્યાત્મિક સંબંધ એવો પરિણમ્યો હતો કે જેના ફળસ્વરૂપે ગાંધીજીની અધ્યાત્મભીડમાં શ્રીમદ્ વિશ્વાસનું - પૂછવાનું ઠેકાણું બન્યા હતા. જો કે દેશાંતરનિવાસ, રાજકીય પ્રવૃત્તિ આદિ કારણે શ્રીમ જેવો જોઈએ તેવો લાભ ગાંધીજી મેળવી શક્યા ન હતા, તોપણ શ્રીમહ્નો જે પરિચય થયો હતો તેનાથી તેમને શ્રીમદ્ માટે અત્યંત આદરભાવ પ્રગટ્યો હતો. ગાંધીજીની આત્મકથાનાં “રાયચંદભાઈ”, “ધાર્મિક મંથન', “ધર્મનિરીક્ષણ”, “બહ્મચર્ય' પ્રકરણોમાં તથા શ્રીમદ્ વિષેનાં અન્ય લખાણોમાં અને ભાષણોમાં ગાંધીજીનું શ્રીમદ્ પ્રત્યેનું શ્રદ્ધાપૂર્ણ હૃદય છલકાતું જોવા મળે છે. ગાંધીજીએ પોતાના માર્ગદર્શક તરીકે માનેલા ત્રણ પુરુષો (શ્રીમદ્, રસ્કિન અને ટૉલ્સ્ટોય)માં શ્રીમન્ને અગ્રગણ્ય સ્થાન આપ્યું છે. શ્રીમની પોતાના ઉપર પડેલી છાપ વર્ણવતા ગાંધીજીએ લખ્યું છે કે –
હું કવિના પ્રત્યક્ષ ગાઢ પરિચય અને સહવાસમાં
પરિણામો વિવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org