________________
૧૩૬ તેમણે બે વાર લગ્ન કર્યા હતાં, પણ પુત્રપ્રાપ્તિ થઈ ન હતી. ત્યાં એકાએક તેમને પાંડુરોગ થયો. ઘણા ઉપચાર કર્યા, પણ રોગ મટ્યો નહીં અને ધર્મના સંસ્કાર જાગ્યા; તેથી સંકલ્પ કર્યો કે રોગ મટે તો દીક્ષા લેવી. રોગ દૂર થયો અને તેઓ દીક્ષા લેવા તત્પર થયા, પરંતુ તેમની માતાએ પુત્ર થયા પછી રજા આપવા જણાવ્યું. ત્યારપછી પુત્રનો જન્મ થયો અને તે એક મહિનાનો થયો ત્યારે તેમણે શ્રી દેવકરણજી નામના પોતાના પાડોશીમિત્ર સાથે વિ.સં. ૧૯૪૦માં ખંભાત મુકામે સ્થાનકવાસી સંપ્રદાયના શ્રી હરખચંદજી મુનિ પાસે દીક્ષા લીધી.
દીક્ષા લીધા પછી શ્રી લલ્લુજી મુનિએ શાસ્ત્રોનું પઠનપાઠન તથા એકાંતરા ઉપવાસ આદિ ઉગ પુરુષાર્થ આદર્યો હોવાથી અને તેઓ વિનયયુક્ત હોવાથી ગુરુને તેમજ અન્ય સર્વ સાધુઓને માન્ય થઈ પડડ્યા. પરંતુ તેમણે જે આત્માની શાંતિ મેળવવા ધારી હતી તે મળી નહીં; તેમજ શાસ્ત્ર વાંચતાં તેમને ઊઠતી શંકાઓનું સમાધાન પણ થતું નહીં. એમ જ પાંચ વર્ષ વ્યતીત થયાં. આવી અસંતુષ્ટ અવસ્થામાં શ્રી લલ્લુજી મુનિએ શ્રી અંબાલાલભાઈ વગેરે પાસેથી શ્રીમદ્ વિષે સાંભળ્યું અને શ્રીમદુના પત્રો જોતાં તેમના અંતરમાં આશાનો આવિર્ભાવ થયો અને તેઓશ્રીના દર્શનની તાલાવેલી જાગી.
વિ.સં. ૧૯૪૬ના દિવાળીના દિવસોમાં શ્રીમદ્ ખંભાત પધાર્યા ત્યારે ધનતેરસના દિવસે શ્રી અંબાલાલભાઈ તેમના પિતાશ્રી લાલચંદભાઈ સાથે શ્રીમન્ને પરમાદરથી ઉપાશ્રયે લઈ ગયા. ત્યાં શ્રી હરખચંદજી મહારાજના આગ્રહને માન આપી, શ્રીમદે અવધાનપ્રયોગ કરી દેખાડ્યો. શ્રી હરખચંદજી મહારાજે શ્રીમદ્ સાથે થોડી શાસ્ત્ર સંબંધી વાતચીત કરી, તે ઉપરથી તેમણે શ્રીમદ્ભી ઘણી પ્રશંસા કરી. શ્રીમની અદ્ભુત શક્તિથી સર્વ આશ્ચર્યમુગ્ધ થયા. શ્રી લલ્લુજી મુનિએ પોતાના ગુરુની આજ્ઞા લઈ એકાંતમાં શ્રીમદ્દો સમાગમ સાધ્યો. શ્રીમથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org