________________
૧૩૩ ત્યારપછી શ્રી અંબાલાલભાઈથી આવી ચૂક કદી થઈ ન હતી.
સતત સેવાપરાયણતા તથા આજ્ઞાંકિતતામાં જ પોતાના જીવનની ધન્યતા સમજતા એવા ભક્તરત્ન શ્રી અંબાલાલભાઈ સૌને આદરભાવથી અને પ્રેમથી જીતી લેતા. અસાધારણ કાર્યદક્ષતા છતાં તેમનામાં માન-મોટાઈનો અભાવ હતો. વિનમ્રતા, વિવેકાદિ ગુણો તેમનામાં સ્વાભાવિક હતા. આથી તેમને એવી લબ્ધિ પ્રગટી હતી કે શ્રીમદ્ જે બોધ કરે તે તેઓ આઠ દિવસ પછી પણ તે જ શબ્દોમાં લખી શકતા હતા. વિ.સં. ૧૯૫૨માં કાવિઠા, રાળજ, વડવા, આણંદ આદિ સ્થાને તેમણે ઉતારેલો શ્રીમદ્દો બોધ “ઉપદેશ છાયા' શીર્ષક હેઠળ “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં પ્રસિદ્ધ થયો છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની રચના નડિયાદ મુકામે વિ.સં. ૧૯૫રના આસો વદ ૧ની સાંજે થઈ, ત્યારે શ્રીમન્ની પાસે ફાનસ ધરી રાખનાર શ્રી અંબાલાલભાઈ જ હતા. “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના જે સંક્ષિપ્ત અર્થ “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં છપાયા છે, તેનું લેખન પણ શ્રી અંબાલાલભાઈએ જ કર્યું હતું, જે શ્રીમદ્દની દૃષ્ટિ નીચેથી પસાર પણ થયું હતું.
વિ.સં. ૧૯૫૫માં શ્રીમદે ઇડરના પહાડ ઉપર શ્રી લલ્લુજી આદિ સાત મુનિઓને જણાવ્યું હતું કે “અંબાલાલની વૃત્તિ અને દશા, હાલ પ્રમાદ અને લોભાદિના કારણથી શિથિલ થઈ છે અને તે દોષ તેનામાં પ્રગટ થશે એમ અમે બાર માસ પહેલાથી જાણતા હતા.” આ સાંભળતાં શ્રી લલ્લુજી મુનિએ તે પ્રત્યે ખેદ વ્યક્ત કર્યો, ત્યારે શ્રીમદે કહ્યું, “મુનિ, ખેદ કરશો નહીં, જેમ નદીના પ્રવાહમાં તણાતું પાંદડું કોઈ એક જાળા આગળ અટકી જાય, પણ ફરી પૂરપ્રવાહના વહનમાં જાળાથી જુદું પડી છેક મહા સમુદ્રમાં જઈ મળે, તે પ્રમાણે તેનો પ્રસાદ અમારા બોધથી દૂર થશે અને પરમ પદને પામશે.'
શ્રી અંબાલાલભાઈના સ્થિતિકરણ બાબત શ્રીમદે જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org