________________
૧૩૨
ગાળી જીવનને સાર્થક બનાવ્યું હતું. દરેક બાબત તેઓ શ્રીમદ્ પુછાવીને જેમ આજ્ઞા મળે તેમ કરતા હતા. તેઓ થોડા જ વખતમાં શ્રીમન્ના ધર્મ-ઉદ્ધારના કાર્યના મુખ્ય સંચાલક બન્યા. શ્રીમદ્ જેમને જેમને પત્રો લખતા, તેમની પાસેથી તે મંગાવીને તેની નકલ કરવાનું કામ શ્રીમન્ની આજ્ઞાથી શ્રી અંબાલાલભાઈ કરતા. તેઓ મોતીના દાણા જેવા સુંદર છટાદાર અક્ષરે એક નોટમાં તે પત્રોનો ઉતારો કરી લેતા અને જે મુમુક્ષુને મોકલવાનું શ્રીમદ્ જણાવે તેમને મોકલતા. તદુપરાંત સંસ્કૃત, પ્રાકૃત, હિંદી વગેરે ભાષાના અગત્યના ગ્રંથોની નકલ ઉતારી, તેઓ શ્રીમન્ની આજ્ઞાનુસાર મુમુક્ષુઓને મોકલતા. આ સઘળું લેખનકાર્ય તેઓ દરરોજ સામાયિકમાં બેસી એકચિત્તે ઉલ્લાસભાવે કરતા. આમ, શ્રીમન્ના બોધનો તથા સત્કૃતનો લાભ અન્ય મુમુક્ષુઓને પ્રાપ્ત થવાનું કાર્ય શ્રી અંબાલાલભાઈ કરતા.
શ્રીમદ્ નિવૃત્તિ અર્થે જતા ત્યારે શ્રી અંબાલાલભાઈ તેમની સાથે રહી, તન-મન-ધનથી નિષ્ઠાપૂર્વક ખૂબ સેવા કરતા. શ્રીમદ્ માટે રસોઈ આદિ કાર્યો તેઓ જાતે કરતા. તદુપરાંત સમાગમ અર્થે આવતા મુમુક્ષુઓની રહેવાની, જમવાની વગેરે વ્યવસ્થા પણ કરતા. તેઓ સેવામાં કેટલીક વખત એવા રત બની જતા કે પોતાના કુટુંબીજનો સાથે કશો સંબંધ રાખતા નહીં. તેમની આવી વર્તણૂકના કારણે તેમના કુટુંબીજનોને ખૂબ દુઃખ થતું. શ્રીમને આ વાતની જાણ થતાં તેમણે શ્રી અંબાલાલભાઈને પોતાની સેવામાંથી જતા રહેવાની આજ્ઞા કરી કહ્યું કે - “તેમના મનને સંતોષો. ગમે તે રીતે સામાને સમજાવીને, રાજી રાખીને ધર્મ સાધવો; દુભવણી ન કરવી.૧ પરમાર્થમાર્ગના પ્રેમના કારણે વ્યવહારમાં બેદરકારી આવી હોવાથી તે અન્યને ક્લેશનું કારણ થતાં શ્રીમદે શ્રી અંબાલાલભાઈને ચેતવ્યા હતા અને આવું માર્ગદર્શન આપ્યું હતું. ૧- ‘ઉપદેશામૃત', ચોથી આવૃત્તિ, પૃ.૨૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org