________________
૧૩૦
ચોવીસ વર્ષની ઉંમરે તેમણે પોતાનાં જમીન-ખેતર ગરીબ ખેડૂતોને દાનમાં આપી દીધાં હતાં. આવી ઉદાત્ત ત્યાગવૈરાગ્યની ભાવનાથી તેમનું હૃદય રંગાઈ ચૂક્યું હતું. શ્રીમદ્દ્ના સમાગમ પૂર્વે તેઓ જૈનશાળાના સેક્રેટરી તરીકેનું કાર્ય કરતા હતા અને તેમની કાર્યકુશળતાથી સ્થાનકવાસી સંઘના સંઘવી તરીકે લેખાતા હતા. શ્રીમદ્ા સમાગમ પછી તો તેઓ તેમની આજ્ઞાનુસાર સ્વાધ્યાય-ભક્તિમાં જ પોતાનો સમય વિશેષપણે ગાળતા. શ્રી ત્રિભુવનભાઈ, શ્રી છોટાલાલભાઈ વગે૨ે પરમાર્થપ્રેમી મુમુક્ષુઓ સ્વાધ્યાય અર્થે નિત્ય-નિયમિત મળતા. ત્યાં શ્રી અંબાલાલભાઈ શ્રીમદ્ની વિદેહી દશાની, તેમના અદ્ભુત ચરિત્રની ઉલ્લસિત ભાવે ગુણકથા કરતા અને સર્વને ભક્તિરસથી ભરીને સત્પુરુષમાં શ્રદ્ધા કરાવતા.
ગૃહસ્થપણામાં રહેલા શ્રીમને ગુરુ તરીકે માનવાથી સ્થાનકવાસી સંપ્રદાયમાં શ્રી અંબાલાલભાઈ સામે કેટલોક વિરોધ થયો હતો. તે વિષમ પરિસ્થિતિમાં શ્રી અંબાલાલભાઈની સ્વસ્થતા તથા પરમાર્થશ્રેણી બરાબર જળવાઈ રહે તેવો બોધ શ્રીમદ્દે તેમને કર્યો હતો. શ્રીમદ્ા બોધથી તેમની પાત્રતામાં નિખાર આવ્યો હતો અને તેઓ મતભેદોથી દૂર રહી, આત્માર્થને સાધવામાં પ્રવૃત્ત થયા હતા. ખંભાત, રાળજ, કાવિઠા, વડવા, વીરસદ, કંસારી, ઉંદેલ, આણંદ, ખેડા, નડિયાદ, મુંબઈ, ઉત્તરસંડા, વવાણિયા, વઢવાણ, અમદાવાદ, પેટલાદ આદિ સ્થળોએ શ્રીમદ્દ્ના પ્રત્યક્ષ સમાગમથી તેઓશ્રીને સત્સંગભક્તિની એવી તો લગની લાગી ગઈ હતી કે આખી રાત શ્રીમદ્દ્ની ગુણકથા કરતાં તેઓ થાકતા નહીં. જ્યારે જ્યારે તેઓ શ્રીમદ્દ્ના સમાગમ પછી ઘર તરફ આવે ત્યારે તેમને બહુ જ બ્રહ્મચર્યની વિરહવેદના થતી અને તેઓ મનોમન કેટલાક નિયમ પ્રતિજ્ઞા વગેરે લેતા. તેમનામાં સુંદર કાવ્યો રચવાની શક્તિ હોવાથી, શ્રીમનો મહિમા દર્શાવતાં અનેક પદો તેમણે રચ્યાં
. Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org