________________
૧૨૬
એક પત્રમાં તેઓ લખે છે –
પરમયોગી એવા શ્રી ઋષભદેવાદિ પુરુષો પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે, તેનો સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવસ્વરૂપ એવું નિજસ્વરૂપ જાણી, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત્ત (છૂટા) થવું, કે જેથી ફરી જન્મમરણનો ફેરો ન રહે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષનો નિશ્ચય છે.
વળી, અંતસમયે શ્રી સૌભાગ્યભાઈના સમાધિમરણમાં સહાયક થવા શ્રીમદે શ્રી અંબાલાલભાઈને ખંભાતથી સાયલા જવાની આજ્ઞા પણ કરી હતી.
શ્રીમદ્દના બોધને આત્મસાત્ કરી, વિ.સં. ૧૯૫૩ના જેઠ સુદ ૧૪ના લખેલ પત્રમાં શ્રી સૌભાગ્યભાઈ શ્રીમને લખે છે –
હવે આ પામર સેવક ઉપર બધી રીતે આપ કૃપાદૃષ્ટિ રાખશો.
દેહ ને આત્મા જુદો છે. દેહ જડ છે. આત્મા ચૈતન્ય છે. તે ચેતનનો ભાગ પ્રત્યક્ષ જુદો સમજમાં આવતો નહોતો. પણ દિન ૮ થયાં આપની કૃપાથી અનુભવ ગોચરથી બેફાટ પ્રગટ જુદો દેખાય છે. અને રાતદિવસ આ ચેતન અને આ દેહ એમ આપની કૃપાદષ્ટિથી સહજ થઈ ગયું છે. એ આપને સહજ જણાવા લખ્યું છે.”
પ્રબળ આત્મપુરુષાર્થથી આત્મદશાની ઉત્તરોત્તર ઊર્ધ્વ શ્રેણીને પામતા જઈ, અંતે અપૂર્વ સમાધિમાં સ્થિત રહી, શ્રી સૌભાગ્યભાઈએ વિ.સં. ૧૯૫૩ના જેઠ વદ ૧૦ના ગુરુવારે સવારે ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૦૪ (પત્રાંક-૭૮૦) ૨- “શ્રી સોભાગ પ્રત્યે', પૃ.૩૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org