________________
૧૨૩ ભાઈ શ્રી સોભાગભાઈ” એવા સંબોધનથી શરૂ થતો ઘણો લાંબો બોધપત્ર લખ્યો હતો. આમ, પ્રથમ મુલાકાત પછી તરત જ બન્ને વચ્ચે પત્રવ્યવહાર શરૂ થયો હતો. વિ.સં. ૧૯૪૬ના ભાદરવા માસથી શરૂ કરી વિ.સં. ૧૯૫૩ના જેઠ માસ સુધી, એટલે કે શ્રીમદ્ અને શ્રી સૌભાગ્યભાઈના પ્રથમ મેળાપથી શરૂ કરી શ્રી સૌભાગ્યભાઈના અવસાન સુધીના સાત વર્ષના ગાળામાં શ્રીમદે શ્રી સૌભાગ્યભાઈ ઉપર લખેલા લગભગ ૨૪૪ પત્રો ઉપલબ્ધ છે. શ્રી સૌભાગ્યભાઈ ઉપરના શ્રીમદ્ભા પત્રો લંબાણથી અને મોટી સંખ્યામાં લખાયેલા છે. તેમાં તેમણે શ્રી સૌભાગ્યભાઈને કરેલાં સંબોધનો તથા પત્રને અંતે કરેલી સહીઓમાં જેટલી વિવિધતા અને વિશેષતા જોવા મળે છે, તેટલી અન્ય વ્યક્તિઓ ઉપર લખેલા પત્રોમાં જોવા મળતી નથી.
શ્રી સૌભાગ્યભાઈ ઉપરના પત્રોમાં શ્રીમદે પોતાનું અંતર ખોલીને નિજદશાની ચર્ચા કરી છે. પોતાની વ્યાવહારિક ઉપાધિ જણાવીને એ સાથે અનુભવાતી અદ્ભુત અંતરદશાનું પણ તેમણે ખૂબ વિસ્તારથી વર્ણન કર્યું છે. શ્રીમદ્ભી અંતરંગ દશા, પ્રારબ્ધસ્થિતિ, માર્ગપ્રભાવનાની ભાવના તથા સંસારત્યાગ કરવાની તત્પરતા તેમાં વિસ્તારપૂર્વક જણાવેલી હોવાથી શ્રીમદ્ભા પરમાર્થજીવનમાં ડોકિયું કરવામાં તે પત્રો મુમુક્ષુને અત્યંત સહાયરૂપ નીવડે છે. તદુપરાંત શ્રી સૌભાગ્યભાઈને ઉપાધિથી પર રહી, આર્થિક લાચારી નહીં કરવાનું સમજાવી, આત્માર્થમાં દઢતા કરાવતા પત્રો પણ શ્રીમદે લખ્યા છે. શ્રી સૌભાગ્યભાઈ પોતાની આર્થિક સ્થિતિની મૂંઝવણ ટાળવા શ્રીમ લખતા ત્યારે શ્રીમદ્ પત્રો દ્વારા સમજણ આપી, જ્ઞાની પાસે સાંસારિક માગણી ન કરતાં એક આત્મકલ્યાણ જ ઇચ્છવું એવો બોધ કરતા. વળી, પત્રોમાં પરમાર્થ સંબંધી અનેક પ્રશ્નો લખી, શ્રીમદ્ તેમને તેનું સમાધાન વિચારવા માટે જણાવતા. સંસારપરિભ્રમણ થવાનાં કારણો, સંસારનું સ્વરૂપ, તેનાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org