________________
૩૬
તો આત્મવિકાસનો લક્ષ હતો. આત્મા અનંત શક્તિનો ધણી છે, શતાવધાનાદિ તો એ શક્તિના નમૂનારૂપ એક અંશ છે. જો માનમાં આવી જવાય તો ધર્મ હારી જવા જેવું છે. આમ, અવધાનપ્રયોગો આત્મોન્નતિમાં બાધકરૂપ લાગતાં તેમણે તે ત્યાજ્ય ગણી, આત્મસાક્ષાત્કાર માટેના પુરુષાર્થમાં પોતાનું વીર્ય ફો૨વ્યું. અવધાનશક્તિનો ઉપયોગ અને તેથી મળતી પ્રશંસા આત્મસાધનામાં અંતરાયરૂપ જણાતાં તેમણે તે સમય તથા શક્તિનો વ્યય અટકાવ્યો અને આત્માની ઉજ્જ્વળ શક્તિઓ પ્રગટાવવા પ્રત્યે લક્ષ જોડ્યું. લોકપ્રસંગથી ઉદ્ભવેલી પ્રખ્યાતિ ક્વચિત્ આત્માને પતનનું કારણ થઈ પડે અથવા તેમાં આત્માર્થ ચૂકી જવાય, આત્માર્થમાં જે સમય ગાળવો જોઈએ તે આવા બાહ્ય પ્રયોગોમાં ખર્ચાઈ જાય તે પાલવે નહીં ઇત્યાદિ વિચારણાથી લૌકિક પ્રસિદ્ધિ અને લોકસમુદાયનો સંપર્ક ઓછો કરીને તેમણે અલૌકિક આત્મહિતની પ્રવૃત્તિમાં પ્રવર્તવાનું ઇષ્ટ ગણ્યું . તદનુસાર નિર્ણય લઈ તેઓ જાહેર પ્રવૃત્તિઓમાંથી એકાએક અળગા થઈ ગયા. જ્યારે તેઓ કીર્તિની ટોચ ઉપર પહોંચ્યા હતા ત્યારે જ તેમણે જગતને આંજી દેનારાં જગત-પ્રદર્શનોનો તૃણવત્ ત્યાગ કરી દીધો.
લોકો પ્રસિદ્ધિની પાછળ દોડે છે, જ્યારે શ્રીમદ્ પ્રસિદ્ધિથી દૂર રહી, લોકેષણાને ઠોકર મારી, લોકપંક્તિના વમળમાંથી બહાર નીકળ્યા; જે તેમની અલૌકિક મહત્તા પ્રકાશે છે. શ્રીમદે શતાવધાનાદિના અદ્ભુત પ્રયોગો કરી દેખાડ્યા તેમાં તેમની મહત્તા તો છે જ, પણ તે પ્રયોગોના પરિત્યાગમાં તેમની વિશેષ મહત્તા છે. આ પ્રકારે આત્મોન્નતિ અને અવધાનપ્રવૃત્તિનો વિસ્તાર એ બન્ને પરસ્પર ભિન્ન ભાસવાથી, અવધાન પરમાર્થમાર્ગમાં વિઘ્નરૂપ પ્રતીત થવાથી, શ્રીમદ્ની અંતરંગ વૈરાગ્યમય, ઉદાસીન, સત્સુખશોધક ભાવના; સાચી સમજ અને નિર્મળ મનોવૃત્તિએ અવધાનપ્રવૃત્તિને વિસ્તરવા ન દેતાં વિરામ પમાડી હતી કે જે વીસ વર્ષની વય પછી પ્રાયઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org