________________
૯૬
બેઠા. ત્યાં શ્રી મોતીલાલભાઈએ તેમના પગ તરફ જોયું તો પગરખાં નવાં હોવાથી પગને ડંખ્યાં હતાં અને ચામડી ઊખડી ગઈ હતી, ત્યાંથી લોહી નીકળ્યું હતું. શ્રી મોતીલાલભાઈને ખેદ થયો અને તેમણે પગરખાં કાઢી લઈ ચામડી સાચવીને સાફ કરી, ચોંટેલી ધૂળ દૂર કરી અને પછીથી તે પગરખાં ઊંચકી લીધાં. શ્રીમન્ને પગમાં ઈજા થઈ હતી, છતાં શ્રીમદ્નું તે તરફ જરાયે લક્ષ ન હતું, તેમની ચાલમાં કિંચિત્માત્ર પણ ફેરફાર થયો ન હતો. તેથી શ્રી મોતીલાલભાઈને આશ્ચર્ય થતાં તેમણે શ્રીમદ્ને પૂછ્યું, ‘સાહેબજી, આપને પગરખાં ડંખવાથી તીવ્ર વેદના થતી હશે અને તેથી કરી ઉપયોગમાં ફેરફાર થતો હશે.' શ્રીમદે કહ્યું, સત્પુરુષના ઉપયોગમાં દેહનો ભય નથી, તેથી દેહભાવમાં ઉપયોગ જતો નથી. તમે ઉપયોગ સંભારી આપો છો.' આગળ ચાલતાં લીમડાના ઝાડ ઉપર વાંદરો હતો, તેની તરફ જોઈને શ્રીમ ્ બોલ્યા કે “મહાત્મા, પરિગ્રહરહિત છો અને અપ્રતિબંધ સ્થળ ભોગવો છો, પણ યાદ રાખજો કે એમ મોક્ષ નથી.'
એક વખત ખેડાના વેદાંતી શ્રી પૂજાભાઈ સોમેશ્વર ભટ્ટ શ્રીમદ્ પાસે ગયા હતા ત્યારે શ્રીમદ્ એક પુસ્તક વાંચતા હતા. તેમની વૃત્તિ ઘણી શાંત જણાતી હતી. તેમણે પુસ્તકમાંથી એક શ્લોક વારંવાર કહી બતાવ્યો, જેનો ભાવાર્થ એવો થતો હતો કે મારી ચિત્તવૃત્તિઓ એટલી શાંત થઈ જાઓ કે કોઈ મૃગ પણ એનાં શીંગ મને ઘસે, મને જોઈ નાસી ન જાય. આ પ્રસંગ સમજાવતાં શ્રીમને ઘણો જ આનંદ આવતો હતો. શ્રી પૂજાભાઈએ શ્રીમદ્ન ઘણા પ્રશ્નો પૂછ્યા હતા, જેના શ્રીમદે સચોટ, સ્પષ્ટ, દૃઢ આત્મનિશ્ચયાત્મક ઉત્તર આપ્યા હતા. શ્રી દેવકરણજી આદિ મુનિઓ આ વખતે ખેડામાં હતા. તેમને ત્રેવીસ દિવસ પર્યંત શ્રીમદ્દ્ના સમાગમનો લાભ મળ્યો હતો. આ અપૂર્વ સત્સમાગમપ્રસંગના ફ્ળરૂપે શ્રી દેવકરણજી મુનિના આગ્રહી વિચારો દૂર થઈ શ્રીમદ્ ઉપર તેમને સારી શ્રદ્ધા થઈ હતી. તેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org