________________
૧૦૬ કરે અને ઘણા જીવોનો ઉદ્ધાર થાય.” ત્યારે દેવબા બોલ્યા કે મને બહુ મોહ છે; તેમના ઉપરનો મોહ મને છૂટતો નથી. તેમનું શરીર સારું થયા પછી હું સર્વવિરતિ પ્રહણ કરવા તેમને રજા દઈશ.'
અમદાવાદમાં સ્થિતિ હતી તે દરમ્યાન શ્રીમદે શ્રી અંબાલાલભાઈને અપૂર્વ સમાગમલાભ આપી, તેમની પ્રમાદરવૃત્તિ દૂર કરી, તેમની ચેતનાને જાગૃત કરી હતી, જેના પરિણામે તેમને સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. વળી, શ્રી લલ્લુજી મુનિ અને શ્રી દેવકરણજી મુનિને બોલાવી શ્રીમદે છેલ્લી સૂચના આપતાં કહ્યું હતું કે “અમારામાં અને વીતરાગમાં ભેદ ગણશો નહીં.'
વિ.સં. ૧૯૫૭ના માગસર વદમાં શ્રીમદ્ અમદાવાદથી મુંબઈ પધાર્યા. સંગ્રહણીનું દર્દ દિવસે દિવસે જોર પકડતું ગયું અને શ્રીમતું શરીર ક્રમશઃ કુશ થતું ગયું. તેમને મુંબઈમાં માટુંગા તથા શિવ અને વલસાડ પાસે તિથલ વગેરે દરિયાકિનારાના સ્થળોએ લઈ જવામાં આવ્યા. મહા વદ ૬ના દિવસે શ્રીમદ્ પાછા વઢવાણ કેમ્પ પધાર્યા. મુમુક્ષુઓ તથા સ્વજનોની અનન્ય સેવા છતાં શરીરની પ્રકૃતિ દિન-પ્રતિદિન ક્ષીણ થતી જતી હતી. તંદુરસ્ત હાલતમાં જે શરીરનું વજન ૧૩૦-૧૪૦ રતલ રહેતું હતું, એ વજન પ૭ રતલ જેટલું નીચે ઊતરી ગયું હતું, છતાં પૂર્ણ આત્મજાગૃતિપૂર્વક તેઓશ્રી પ્રસન્ન ચિત્તે આત્મધ્યાનમાં રહેતા. આવી વીતરાગ આત્મદશામાં રહેતા શ્રીમદે વઢવાણ કેમ્પમાં ફાગણ સુદ ૬ સુધી સ્થિતિ કરી. ત્યારપછી તેઓ રાજકોટ પધાર્યા અને ત્યાં તેમણે ૧- વઢવાણમાં ખંભાતના ભાઈ શ્રી લલ્લુભાઈ અને શ્રી નગીનભાઈ શ્રીમન્ના દર્શન અર્થે ગયેલા. ત્યાંથી તેઓ પાછા ખંભાત જતા હતા ત્યારે શ્રીમદે તેમને કહ્યું હતું કે “ફરી મળીએ કે ન મળીએ સમાગમ થાય કે ન થાય પણ અમારા પ્રત્યે અખંડ વિશ્વાસ રાખજો. અમારામાં ને શ્રી મહાવીરદેવમાં કંઈ પણ ફેર નથી. ફક્ત આ પહેરણનો ફેર છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org