________________
(૧૩) શ્રીમદ્ગો આરાધક વર્ગ
પુષ્પની સુગંધ ફેલાતાં જેમ ચારે દિશાઓમાંથી ભમરાઓ તેની તરફ સ્વયં આકર્ષિત થઈ જાય છે, તેમ શ્રીમદ્ના બહુવિધ વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ અનેક જિજ્ઞાસુઓ ગૃહસ્થ તેમજ મુનિ તેમની તરફ ખેંચાવા લાગ્યા હતા. બાળપણમાં તેમની નિશાળના શિક્ષકો અને વિદ્યાર્થીઓથી માંડીને ગામના વડીલો, ગામ-પરગામના સાહિત્યરસિકો, સુંદર અક્ષરના ચાહકો, અવધાન, જ્યોતિષ અને અતીન્દ્રિય જ્ઞાન દ્વારા આકર્ષિત થયેલા લોકો એમ. હજારો લોકોનો પ્રશંસક વર્ગ તો રચાયો હતો જ; તદુપરાંત તેમના આંતરિક ગુણો, શાસ્ત્રના ગૂઢાર્થો સમજાવીને વિદ્વાનો તથા જિજ્ઞાસુ સાધકોને આત્મોન્નતિના માર્ગે દોરવાની તેમની શક્તિથી આકર્ષાઈને એક આરાધક વર્ગ પણ રચાયો હતો કે જે શ્રીમદ્નો નિરંતર સમાગમ તથા સેવા ઇચ્છતો. તેમાંથી ઘણા તો શ્રીમદ્મય જ બની ગયા હતા અને શ્રીમદ્ભા માર્ગદર્શન અનુસાર જ વર્તવાની ચીવટ રાખતા તથા તેમાં જ પોતાનું કલ્યાણ માનતા. શ્રીમદ્દ્ન તેઓ પોતાના સદ્ગુરુ માનતા અને તેમની આજ્ઞાનુસાર વર્તવાથી કેટલાકે તો આત્મજ્ઞાનની પ્રાપ્તિ પણ કરી હતી અને કેટલાકે ઉચ્ચ મુમુક્ષુદા પ્રાપ્ત કરી હતી. આમ, અનેક લોકો પોતપોતાની સમજણ અનુસાર શ્રીમદ્ન આદર, સન્માન અને ભક્તિની દૃષ્ટિએ જોતા
થયા હતા.
અંતરંગ શ્રેણી નિગ્રંથની હોવા છતાં બાહ્ય શ્રેણી ગૃહસ્થની હોવાથી શ્રીમદ્ લોકસમૂહથી ઈરાદાપૂર્વક દૂર રહ્યા હતા. ગુપ્ત રહેવાનું મુખ્ય કારણ એ હતું કે તેમના પરિચયમાં આવનારી વ્યક્તિઓ તેમનો ગૃહસ્થવેષ જોઈ, વિકલ્પમાં પડી, કર્મબંધ કરે તે તેમને ઇષ્ટ લાગતું ન હતું. આથી તેમને યથાર્થપણે ઓળખનારો વર્ગ તેમની હયાતીમાં નાનો હતો. શ્રીમદ્ની સાચી ઓળખ પામી, તેમનો પ્રત્યક્ષ નિકટ સમાગમ
પામનાર
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org