________________
૧૦૭
જીવનના અંત પર્યત સ્થિતિ કરી.
વઢવાણ કેમ્પથી શ્રીમનું રાજકોટ આગમન થયું, પછી શારીરિક સ્થિતિ ઉત્તરોત્તર બગડતી ગઈ. અહીં ઘણા મુમુક્ષુઓ દર્શન-સેવાનો લાભ લેવા આવતા, પણ શરીર ઘણું અશક્ત થઈ ગયેલું હોવાથી ડૉક્ટરોએ શ્રીમને વિશેષ વાતચીત કરવી ન પડે એની ખાસ તકેદારી રાખી હતી. પત્રો લખાવવા પડે તો એકબે લીટીના જ પત્રો શ્રીમદ્ લખાવતા. અનેક મુમુક્ષુઓ તથા સ્વજનો ખડે પગે સેવામાં હાજર થઈ ગયા હતા, છતાં શ્રીમદ્ તો પોતાના આત્મસ્વરૂપમાં લીન રહેતા. પોતાની સ્થિતિ વિષે વિ.સં. ૧૯૫૭ના ફાગણ વદ ૩ના એક પત્રમાં તેઓ લખે છે –
ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો. ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું.
માથે ઘણો બોજો રહ્યો હતો તે આત્મવીર્યે કરી જેમ અન્ય કાળે વેદી લેવાય તેમ પ્રઘટના કરતાં પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો.
જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી એ જ અદભુત આશ્ચર્ય છે. અવ્યાબાધ સ્થિરતા છે.”
તેમના આવા ઉદ્ગારો ઉપરથી લાગે છે કે તેઓ પોતાનો જીવનકાળ નજીકમાં પૂરો થવાનો છે એમ સમજી જઈ એ માટે પોતે વિશેષ સજ્જ થઈ ગયા હતા. ફાગણ વદ ૧૩થી શરીરપ્રકૃતિ વિશેષ બગડતી ચાલી હતી, છતાં કાયાની માયા વિસારી શ્રીમદ્ સ્વરૂપમગ્ન રહેતા હતા. શ્રીમદે ચૈત્ર સુદ ૯ના દિવસે સાધનામાર્ગનું પરમ રહસ્ય અંતિમ સંદેશો કાવ્યરૂપે આપ્યું હતું. તેમાં પણ તેઓશ્રીએ કહ્યું હતું કે આત્માનંદમગ્ન એવા યોગીને જીવવાની તૃષ્ણા નથી કે મરણ આવી પડે તો ક્ષોભ નથી. આમ, પુદ્ગલમય શરીર પોતાનો નાશવંત ધર્મ ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૫૮ (પત્રાંક-૯૫૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org