________________
૧૧૦
કાયોત્સર્ગની પરિપૂર્ણતાદશા સૂચવતી હતી, અને તે છેવટ સુધી તેવી ને તેવી રહી હતી. નિદ્રાવશ થયેલ માણસ જે શ્વાસ લે તેવા શ્વાસ લેવાતા હતા. પ્રથમ નાભિથી, અને દેહ છોડ્યો ત્યારે કંઠથી તે મુખ સુધી થોડો વખત ચાલુ રહ્યો હતો. મૂર્તિ ચૈતનવંત શોભાયમાન કેમ જાણે હમણાં ધ્યાનથી મુક્ત થઈ આપણને વચનામૃતનો લાભ આપશે એમ સૂચના કરતી હતી. એવી અપૂર્વ મુદ્રા સર્વ કોઈને લાગતી હતી. કૃપાળુશ્રીએ ત્રણ યોગ રોકવાથી શરીરદશા બીજાની દષ્ટિએ અસાધ જેવી સહેજ જણાય, પણ દેહમુક્ત થતાં સુધી આત્મસ્વભાવમાં પૂર્ણ જાગૃતિ હોય એમ શરીરનાં અવયવોની સ્થિતિ તથા શ્વાસોચ્છવાસની ક્રિયાની ગતિ ઇત્યાદિથી એમ જણાતું હતું. આ વખતનું વર્ણન આત્મામાં યથાર્થ સમજાય છે. વળી દર્શાવવાને શબ્દો મૂકવાનું ધ્યાનમાં આવતું નથી.
.... તે વખતની મૂર્તિ અનુપમ ચૈતન્યવાળી શાંત મનોહર ને જોતાં તૃપ્તિ ન થાય એવી શોભતી હતી, એમ આપણને ગુણાનુરાગીને તો લાગે, પણ જેઓ બીજા સંબંધથી હાજર રહેલા, તેને પણ આશ્ચર્ય પમાડતી પૂજ્યભાવ ઉત્પન્ન કરતી જણાતી હતી. આ વખતના અદભુત સ્વરૂપનું વર્ણન કરવાને આત્મામાં જે ભાસ થાય છે તે લખી શકતો નથી.”
આમ, આ વિરલ વિદેહી વીતરાગ વિભૂતિએ માત્ર તેત્રીસ વર્ષ અને પાંચ માસની યુવાન વયે સંપૂર્ણ શુદ્ધિમાં આત્મસ્વરૂપમાં સમાધિસ્થપણે રાજકોટમાં રાજચંદ્ર નામધારી દેહપર્યાય છોડ્યો. શ્રીમદ્ નડિયાદમાં હતા ત્યારે એક વખત પોતાનો કોટ ઉતારીને આપતાં એક ભાઈને કહ્યું હતું કે “જેવી રીતે અમે આ કોટ આપીએ છીએ, તેવી રીતે આ દેહ છોડીને જવાના છીએ. આત્મા દેહથી ભિન્ન છે એવું ભાન જેમને થયું છે તેમને દેહ ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, “અધ્યાત્મ રાજચંદ્ર', ત્રીજી આવૃત્તિ,
પૃ.૭૭૬-૭૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org