________________
(૧૨) શ્રીમી અંતિમ અવસ્થા અને દેહવિલય
વિ.સં. ૧૯૫૫માં શ્રીમદે એક સભામાં લક્ષ્મી અને સ્ત્રીપુત્રાદિનો ત્યાગ જાહેર કરતાં વ્યવસાય-વ્યવહારનો છેલ્લો તાંતણો પણ તૂટી ગયો હતો. શ્રીમદ્ એ વ્રત બહુ બારીકાઈથી પાળતા હતા. રેલગાડીની ટિકીટ સરખી પણ તેઓ પોતાની પાસે રાખતા નહીં. આમ, કંચન અને કામિનીના તેઓ ત્યાગી થઈ ચૂક્યા હતા અને સર્વસંગપરિત્યાગની તૈયારીમાં જ હતા. ઘણા વર્ષોથી સેવેલી બાહ્યાંતર નિર્ગથ થવાની ભાવના ફળીભૂત થવાની અણી ઉપર હતી અને માતુશ્રી આજ્ઞા આપે એટલી જ વાર હતી, ત્યાં વિ.સં. ૧૯૫૬ના પોષ માસથી અસાધ્ય રોગનું આક્રમણ આવી પડ્યું અને તેમનું શરીર તેમને સહકાર આપવાનું છોડી દઈ વિઘ્ન ઊભું કરવા લાગ્યું. પ્રથમ તો સામાન્ય અશક્તિ જણાઈ, પણ પછી નિદાન થયું તેમ તેમને મુખ્ય બીમારી સંગ્રહણીની હતી. તબિયત વિશેષ ને વિશેષ કથળતી જતી હોવાથી શ્રીમદ્ હવાફેર કરવા માટે જુદાં જુદાં સ્થળે લઈ જવાનું પણ બન્યું હતું, પરંતુ તબિયત થોડો વખત ઠીક - થોડો વખત અઠીક રહેતી હતી અને શરીર ઉત્તરોત્તર ક્ષીણ થવા માંડ્યું હતું.
વિ.સં. ૧૯૫૬ના ચૈત્ર માસમાં શ્રીમદ્ ધરમપુર હવાફેર અને નિવૃત્તિ અર્થે પધાર્યા હતા. ત્યાં ડૉ. પ્રાણજીવનદાસ મહેતા આદિની કાળજીભરી સારવાર ચાલુ હતી. અત્રે શરીરની આરોગ્યસુધારણાની ચિકિત્સા સાથે આત્માની સ્વસ્થતાના ઉપાય, અર્થાત્ સ્વાધ્યાય-ધ્યાન ચાલુ જ રહ્યાં હતાં. ત્યાં લગભગ એક માસ રહી શ્રીમદ્ ધરમપુરથી અમદાવાદ, વીરમગામ આદિ ક્ષેત્રે જઈ વવાણિયા પધાર્યા હતા, જ્યાં લગભગ બે માસ સ્થિતિ કરી શ્રીમદ્ મોરબી પધાર્યા હતા. અત્રે સ્થિતિ હતી ત્યારે તેમણે જે બોધધારા વર્ષાવી હતી, તેનો સંગ્રહ વ્યાખ્યાનસાર-૨'ના શીર્ષક હેઠળ શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં પ્રકાશિત થવા પામ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org