________________
૯૪
એક વાર રાત્રિના સમયે અંધારામાં શ્રીમદ્ અને શ્રી મોતીલાલભાઈ ચાલતા હતા ત્યારે શ્રીમદે ખૂબ દૂરથી પોતાથી આગળ ચાલતા શ્રી મોતીલાલભાઈને ઊભા રહેવા અને સર્પને જવા દેવા કહ્યું. તે જગ્યાએ ઘાસનો ઢગલો પડ્યો હતો, તેની વચ્ચે પગથીનો રસ્તો હતો. તરતમાં સર્પ શ્રી મોતીલાલભાઈને દેખાયો નહીં, પાછળથી સર્પ જોતાં શ્રી મોતીલાલભાઈના આશ્ચર્યનો પાર ન રહ્યો. પછી રસ્તે ચાલતા શ્રીમદે શ્રી મોતીલાલભાઈને પ્રમાદ તજવાનો ઉપદેશ કરતાં જણાવ્યું હતું કે તેઓ જ્યારે વીર પ્રભુના છેલ્લા શિષ્ય હતા ત્યારે લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી આટલા ભવ કરવા પડ્યા હતા અને પછી તેમણે શ્રી મોતીલાલભાઈને જાગૃતિ અને પુરુષાર્થની પ્રેરણા કરી હતી.
એક દિવસ શ્રી મોતીલાલભાઈએ તેમના પત્ની નવલબહેનને સૂચના આપી હતી કે મેલ ટ્રેન ગયા પછી તમે જમવાનું લઈને બંગલા તરફ આવજો અને ત્રણ-ચાર ખેતર દૂર બેસજો. ત્યાં આવીને હું જમવાનું લઈ જઈશ. પરંતુ તેમના પત્ની બંગલા નજીક આવી પહોંચ્યા, તેથી શ્રી મોતીલાલભાઈએ તેમને બહુ ઠપકો આપ્યો. તે વાત શ્રીમદ્રના જાણવામાં આવી ગઈ અને તેમણે શ્રી મોતીલાલભાઈને કહ્યું કે શા માટે તમે ખીજ્યા? તમે ધણીપણું બજાવો છો? નહીં, નહીં, એમ નહીં થવું જોઈએ. ઊલટો તમારે તે બાઈનો ઉપકાર માનવો જોઈએ. એ બાઈ આઠમે ભવે મોક્ષપદ પામવાનાં છે. તે બાઈને અહીં આવવા દ્યો.' શ્રીમની આજ્ઞાથી નવલબહેને શ્રીમનાં પાવન દર્શન કર્યા.
આમ, ઉત્તરસંડામાં શ્રીમદ્ અહોરાત્ર સ્વાધ્યાય-ધ્યાન ધરતા હતા. તેઓ પ્રાતઃકાળના પ્રથમ પ્રહરે વનમાં ધ્યાન ધરતા, બીજા પ્રહરે બંગલામાં સ્વાધ્યાય કરતા, ત્રીજા પ્રહરે આહારાદિ વાપરતા, ચોથા પ્રહરે વનમાં ધ્યાન ધરતા. રાત્રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org