________________
શ્રી લલ્લુજી મુનિ ઉપર વસો ક્ષેત્રે પત્ર લખ્યો હતો, તેમાં જણાવ્યું હતું કે –
એક દિવસે આહાર કરીને હું કૃપાનાથ (શ્રીમ) ઉતરેલા તે મુકામે ગયો. તે બંગલાને ચાર માળ હતા. તેના ત્રીજા માળે પરમકૃપાળુદેવ બિરાજ્યા હતા. તે વખતે તેમની દશા મારા જોવામાં આવ્યાથી મેં જાણ્યું કે હું આ અવસર છતો થઈશ તો તે આનંદમાં કંઈ ફેરફાર થશે, એમ વિચારી હું એક ભીંતના પડદે રહી સાંભળતો હતો. તે કૃપાનાથ પોતે પોતાને કહે છે –
સુડતાલીસની સાલમાં (સં. ૧૯૪૭) રાળજ બિરાજ્યા હતા તે મહાત્મા શાંત અને શીતળ હતા. હાલ સાલમાં વસો ક્ષેત્રે વર્તતા મહાત્મા પરમ અભુત યોગીંદ્ર પરમ સમાધિમાં રહેતા હતા. અને આ વનક્ષેત્રે વર્તતા પરમાત્મા પણ અદ્ભુત યોગીંદ્ર પરમ શાંત બિરાજે છે. એવું પોતે પોતાની નગ્નભાવી, અલિંગી, નિઃસંગ દશા વર્ણવતા હતા.૧
ઉપર્યુક્ત શબ્દોમાં વિ.સં. ૧૯૪૭થી પોતાની વધતી જતી આત્મદશાનો શ્રીમદે શ્રીમુખે કરેલો સ્પષ્ટ ઉલ્લેખ શ્રી દેવકરણજી મુનિના સાંભળવામાં આવી ગયો. આ પ્રસંગ શ્રીમન્ની આત્મદશા ઉપર અલૌકિક પ્રકાશ નાખનારો બની ગયો.
વનક્ષેત્રે સ્થિતિ કર્યા પછી શ્રીમદ્ મુંબઈ પધાર્યા. ત્યાં થોડો વખત રહી શ્રીમદ્ વિ.સં. ૧૯૫૫ના માગસર સુદ પના દિવસે નિવૃત્તિ અર્થે પુનઃ ઇડર ગયા હતા. શ્રીમદુના કાકાસસરા ડૉ. પ્રાણજીવનદાસ મહેતા ઇડર સ્ટેટના ચીફ મેડિકલ ઓફિસર હતા. તેમને ત્યાં શ્રીમદ્ રહ્યા હતા. પરમ અસંગ આત્મયોગ સાધવા સર્વથા ગુપ્ત રહેવાની ઇચ્છા હોવાથી, શ્રીમદે તેમને ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, “અધ્યાત્મ રાજચંદ્ર', ત્રીજી આવૃત્તિ,
પૃ.૬૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org