________________
(6) ગૃહસ્થાશ્રમ
શ્રીમદ્ ધર્મના અને વૈરાગ્યના સંસ્કાર બાળપણથી જ દઢ થયા હતા. તેમની ઉંમર જેમ જેમ વધતી જતી હતી, તેમ તેમ તેમનું આત્મલક્ષી અધ્યયન, ચિંતન તથા મનન પરિપક્વ બનતું જતું હતું અને તેમની વૈરાગ્યભાવના વધતી જ જતી હતી. તેમનો મનોરથ તો નિર્ચથમાર્ગ ગ્રહણ કરવાનો જ હતો અને તેથી તેઓ લગ્ન માટે ઉત્સુક ન હતા, પરંતુ માતા-પિતા તથા અન્ય સગાં-સંબંધીઓ તેમને ગૃહસ્થાશ્રમમાં જોડાવા ખૂબ દબાણ કરી રહ્યા હતા. સર્વસંગપરિત્યાગ માટે માતા-પિતાની અનુમતિ ન મળતાં તેમણે લગ્ન માટે પરાણે સમ્મતિ આપી હતી. સર્વસંગપરિત્યાગની અંતરંગ ભાવના છતાં પૂર્વકર્મની વિચિત્રતાના કારણે તેમને ગૃહસ્થજીવનમાં પ્રારબ્બાધીનપણે પ્રવેશ કરવો પડ્યો હતો. અંતરમાં પ્રબળ વૈરાગ્યદશા છતાં તેઓ વિ.સં. ૧૯૪૪ના પોષ મહિનામાં મુંબઈથી વવાણિયા ગયા હતા અને મહા સુદ ૧૨ ના દિવસે, ઝવેરી શ્રી રેવાશંકરભાઈ જગજીવન અને ડૉ. પ્રાણજીવનદાસના મોટાભાઈ શ્રી પોપટલાલભાઈ મહેતાની સુપુત્રી ઝબકબાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાઈ તેમણે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો હતો.
ગૃહસ્થાશ્રમ અંગે શ્રીમદ્ નાની વયથી જ પરિપક્વ, વિવેકી અને ગંભીર વિચારો ધરાવતા હતા. “મોક્ષમાળા'ના શિક્ષાપાઠ બાર “ઉત્તમ ગૃહસ્થમાં તથા શિક્ષાપાઠ પિસ્તાલીસ સામાન્ય મનોરથ' નામના કાવ્યમાં તેમજ શિક્ષાપાઠ પંચાવન સામાન્ય નિત્યનિયમ'માં તેમણે ગૃહસ્થાશ્રમ સંબંધી પોતાના વિચારો વિવિધ રીતે પ્રદર્શિત કર્યા છે. “સુખ વિષે વિચાર'ના પાઠોમાં તેમણે એક સદ્ધર્મનિષ્ઠ સગૃહસ્થનો આદર્શ રજૂ કરતું સુંદર શબ્દચિત્ર આલેખ્યું છે. તેમાં તેમના હૃદયનું દર્શન થાય છે. સોળથી ઓગણીસ વર્ષની વય દરમ્યાનના તેમના અન્ય લખાણોમાં પણ ગૃહસ્થજીવન કેમ ગાળવું, કઈ રીતે સુવ્યવસ્થિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org