________________
૬૩
દેરાંઓમાં, દેવળોમાં ને મસ્જિદોમાં જ પાળવાનો, પણ દુકાનમાં કે દરબારમાં નહિ, એવો કોઈ નિયમ નથી; એટલું જ નહિ, પણ એમ કહેવું એ ધર્મને ન ઓળખવા બરાબર છે, એમ રાયચંદભાઈ કહેતા, માનતા, ને પોતાના આચારમાં બતાવી આપતા.
ધર્મકુશળ એ વ્યવહારકુશળ ન હોય એ વહેમ રાયચંદભાઈએ ખોટો સિદ્ધ કરી બતાવ્યો હતો. પોતાના વેપારમાં પૂરી કાળજી ને હોશિયારી બતાવતા. હીરામોતીની પરીક્ષા ઘણી ઝીણવટથી કરી શકતા.
.....
આટલી કાળજી ને હોશિયારી છતાં વેપારની ધાલાવેલી કે ચિંતા ન રાખતા. દુકાનમાં બેઠા પણ જ્યારે પોતાનું કામ પૂરું થઈ રહે એટલે ધર્મપુસ્તક તો પાસે પડ્યું જ હોય, તે ઊઘડે અથવા પેલી પોથી કે જેમાં પોતાના ઉદ્ગારો લખતા તે ઊઘડે. મારા જેવા જિજ્ઞાસુ તેમની પાસે રોજ આવ્યા જ હોય. તેમની સાથે ધર્મચર્ચા કરતાં આંચકો ન ખાય. ۰۹
શ્રીમદ્ વેપારમાં અત્યંત કુશળ હોવા છતાં અંતરથી તેઓ અત્યંત વિરક્ત હતા. વ્યવસાયની બધી જ ફરજો બજાવવા છતાં, બધાં જ કાર્યો સંપૂર્ણપણે સફળ રીતે કરવા છતાં, કેન્દ્રસ્થાને તો અધ્યાત્મજ્યોતિ જ પ્રકાશતી હતી.
મુંબઈમાં એક વાર રાત્રે અગિયાર વાગે ધર્મવાર્તા પૂરી થતાં શ્રીમદ્ પેઢીથી ઘરે જવા માટે ઊઠ્યા અને સાથેના બીજા ભાઈઓ પણ ઊઠ્યા. તેવામાં પૂનાવાળા શ્રી નાનચંદભાઈએ હીરા, માણેક, મોતી વગેરે વેપારનો માલ જેમાં જથ્થાબંધ હતો તે પેટી ખુલ્લી જોઈ, તેથી તે પ્રતિ શ્રીમદ્નું લક્ષ્ય દોરી કહ્યું કે ૧- શ્રી ગોપાલદાસ જીવાભાઈ પટેલ દ્વારા સંપાદિત, ‘શ્રી રાજચંદ્ર (જીવનયાત્રા તથા વિચારરત્નો)', બીજી આવૃત્તિ, રાયચંદભાઈનાં કેટલાંક સ્મરણો, પૃ.૯૬-૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org