________________
૯૧
શરૂ કર્યો. પાંચેક મિનિટ ચાલ્યા પછી ગુજરાતીમાં શરૂ કર્યો. પાંચેક મિનિટ ચાલ્યા પછી શ્રીમદે કલ્યાણ કઈ રીતે થઈ શકે એ અંગે બોધ શરૂ કર્યો. એ બોધ બે કલાક ચાલ્યો હતો. આવેલા પંડિતો તથા અન્ય શ્રોતાઓનું એમાંથી આપોઆપ સમાધાન થઈ ગયું. તેઓ સહર્ષ નમસ્કાર કરી વિદાય થયા.
એક માસ પૂર્ણ થયો ત્યારે શ્રીમદ્દે મુનિઓને પ્રમાદત્યાગનો ઉપદેશ કર્યો. મુનિઓને જાગૃત રહેવાનું સૂચવતાં શ્રીમદે કહ્યું કે ‘હૈ ! મુનિઓ અત્યારે જ્ઞાનીપુરુષના પ્રત્યક્ષ સમાગમમાં તમે પ્રમાદ કરો છો, પણ જ્ઞાનીપુરુષ નહીં હોય ત્યારે પશ્ચાત્તાપ પામશો. પાંચસો, પાંચસો ગાઉ પર્યટન કરવા છતાં જ્ઞાનીનો સમાગમ થશે નહીં.' શ્રીમદ્દે શ્રી લલ્લુજી મુનિને મુમુક્ષુ જીવોને આત્મહિતનાં સાધનો આપવા સંબંધી માર્ગદર્શન આપ્યું. છેલ્લે દિવસે શ્રી લલ્લુજી મુનિને શ્રીમદે એક કલાક બોધ આપ્યો અને દૃષ્ટિરાગ પલટાવી આત્મદૃષ્ટિ કરાવી હતી.
રાતના
આમ, વનમાં પ્રતિદિન સત્સંગરંગ જામતો, ભક્તિની છોળો ઊછળતી, બોધ-જ્ઞાનની લેહરીઓ છૂટતી અને સર્વત્ર આનંદ આનંદ છવાઈ જતો. એક વાર આખી રાત નવથી સવારે પાંચ સુધી બોધ ચાલ્યો હતો. બોધપ્રસંગો ઉપશમ પામતા ત્યારે શ્રીમદ્ પ્રાયઃ વનમાં એકાકી નીકળી પડતા અને સ્વાધ્યાય-ધ્યાનમાં લીન રહેતા હતા. તેઓ સુપ્રસિદ્ધ ધૂનોથી વન-વગડાઓ ગજવતા હતા. વસો વનક્ષેત્રે સ્થિતિ હતી તે દરમ્યાન અપ્રમત્ત આત્મસંયમધારાની ગવેષણા કરતાં શ્રીમદ્ પોતાની આત્મપુરુષાર્થજાગૃતિ અર્થે વીતરાગપુરુષોના અદ્ભુત અપ્રમત્ત યોગની સ્મરણા કરી રહ્યા હતા. આમ, વસો ક્ષેત્રે એક માસ સ્થિતિ કરી, શુદ્ધ આત્મસંયમયોગની અપ્રમત્તદશા પ્રગટાવી, ધર્મમેઘની વર્ષા વરસાવી, પરમાર્થધર્મલાભ આપી, શ્રીમદ્ ઉત્તરસંડા વનક્ષેત્રે પ્રયાણ કરી ગયા.
ઉત્તરસંડા શ્રીમદે શ્રી મોતીલાલ ભાવસાર મારફત નડિયાદની
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org