________________
(૯) શુદ્ધ સમકિતની પ્રાપ્તિ
આપ્તપુરુષના વચનની પ્રતીતિ તથા સ્વચ્છંદનિરોધપણે તેમની ભક્તિ વડે ઉત્તરોત્તર આત્મવિકાસ સાધી, આત્મભાવના ઘૂંટતાં ઘૂંટતાં ઉપયોગને અંતર્મુખ કરવાનો અભ્યાસ કરવાથી કોઈ ધન્ય પળે આત્માનો અનુભવ થાય છે. આપ્તપુરુષની તથા તેમના દ્વારા શુદ્ધાત્માની શ્રદ્ધા થવી તેને વ્યવહાર સમ્યગ્દર્શન અથવા વ્યવહાર સમકિત કહેવામાં આવે છે અને વિકલ્પનો અભાવ થતાં શુદ્ધાત્માની અનુભૂતિપૂર્વકની શ્રદ્ધા થવી તેને નિશ્ચય સમ્યગ્દર્શન અથવા નિશ્ચય સમકિત કહેવામાં આવે છે. નિશ્ચય સમકિત પ્રગટ થવાની પૂર્વે વ્યવહાર સમકિત અવશ્ય હાજર હોવાથી તેને નિશ્ચય સમકિતનું કારણ કહ્યું છે. સ્વાનુભૂતિ વિના શુદ્ધ સમકિત અર્થાત્ નિશ્ચય સમ્યગ્દર્શન હોતું જ નથી.
સમ્યગ્દર્શનથી જ ધર્મની યથાર્થ શરૂઆત થાય છે. જન્મમરણરૂપ પરિભ્રમણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના ટળે નહીં એમ શાસ્ત્રોમાં સ્પષ્ટ દર્શાવ્યું છે. એક ક્ષણ પણ જેને સમ્યગ્દર્શનનો અનુભવ થયો હોય તે અવશ્ય મોક્ષે જાય એવો સિદ્ધાંત છે. સમ્યગ્દર્શન જ સિદ્ધપ્રાસાદનું પ્રથમ સોપાન છે, મોક્ષપુરીનું પ્રવેશદ્વાર છે, ધર્મરૂપી વૃક્ષનું સુદઢ મૂળ છે, કર્મરજના ગંજને ઉડાડી દેવા માટે મહાવાયરો છે, ભવના વનને બાળી નાખવા માટે દાવાનળ સમાન છે. જે મહાભાગ્યશાળી જીવ આ દુર્લભ સમ્યગ્દર્શનને પામે છે, તેના અનંત સંસારનો અંત આવી જાય છે અને તેને અલૌકિક આત્મિક સુખની પ્રાપ્તિ થાય છે. શ્રીમન્ના જીવનમાં સર્વથી મહત્ત્વનો ભાગ ભજવનાર શુદ્ધ સમકિતની પ્રાપ્તિનો આ મહાન પ્રસંગ વિ.સં. ૧૯૪૭માં બનવા પામ્યો હતો.
બાળપણથી જ લાગેલી ઉન્નત જીવન જીવવાની ધૂન, જાતિસ્મરણજ્ઞાન, ગહન શાસ્ત્રાધ્યયન, વધતો જતો વૈરાગ્ય, સતુનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org