________________
૮૭
પરંતુ તેમાંનો એક પાછળ રહી ગયેલો, જેનો જન્મ આ કાળમાં થયેલો છે. તેનાથી ઘણા જીવોનું કલ્યાણ થવાનો સંભવ છે. આ પાછળ રહી ગયેલો શિષ્ય તે પોતે જ એમ માર્મિક રહસ્યભૂત સૂચન કર્યું હતું. ઇડરથી શ્રીમદ્ જેઠ માસમાં મુંબઈ ગયા. આમ, વિ.સં. ૧૯૫૨ના શ્રાવણ માસથી વિ.સં. ૧૯૫૩ના જેઠ માસ સુધીનો લગભગ દસ માસનો સમય શ્રીમદ્ મુંબઈની બહાર રહ્યા હતા.
મહા
વિ.સં. ૧૯૫૪માં શ્રીમને મોરબીમાં ત્રણ માસ માસથી ચૈત્ર માસ સુધી રહેવાનું બન્યું હતું. તે પ્રસંગે થયેલા વ્યાખ્યાનોની નોંધ એક મુમુક્ષુએ કરી હતી, જે ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં ‘વ્યાખ્યાનસાર-૧' હેઠળ પ્રસિદ્ધ થઈ છે. શ્રાવણ માસથી શ્રીમદે એકાંત નિર્જન વનક્ષેત્રોમાં સ્થિતિ કરી, પરમ અસંગ અવધૂતદશા અનુભવતાં અપૂર્વ આત્મસાધના કરી હતી. આ કાળમાં ભાગ્યે જ જોવા મળે એવી પરમ અપ્રમત્ત આત્મસંયમધારા તેમણે પ્રગટાવી હતી તથા ઉગ્ન સાધના કરવારૂપ અદ્ભુત આત્મપરાક્રમ તેમણે કર્યું હતું. ઉત્કૃષ્ટ આત્મસાધના કરવામાં મગ્ન શ્રીમદ્ની કાવિઠા, વસો, ઉત્તરસંડા, ખેડા વનક્ષેત્રમાં સ્થિતિ ક્રમથી જોઈએ.
કાવિઠા શ્રાવણ માસમાં શ્રીમદ્દે મુંબઈથી પેટલાદ થઈ કાવિઠા સ્થિતિ કરી હતી. સેવામાં સતત ઉપસ્થિત શ્રી અંબાલાલભાઈ ઉપરાંત શ્રી લહેરાભાઈ, શ્રી ત્રિભુવનભાઈ, શ્રી વનમાલીભાઈ, શ્રી પોપટલાલભાઈ, શ્રી ઝવેરભાઈ, શ્રી કુંવરજીભાઈ વગેરે મુમુક્ષુઓ શ્રીમદ્ના સાન્નિધ્યમાં પર્યુષણપર્વની આરાધનાનો ધન્ય લાભ પામ્યા હતા. કાવિઠામાં અનેક પ્રકારે જ્ઞાનચર્ચા ચાલતી. શ્રીમદ્દ્ની બોધવર્ષાથી ત્યાં પરમાર્થનો રંગ જામ્યો હતો.
-
શ્રીમદ્ દ૨૨ોજ સવાર, બપોર તથા રાત્રે ઉપદેશ આપતા હતા. શ્રી ઠાણાંગ સૂત્ર, યોગવાસિષ્ઠ, વિચારસાગર વગેરે ગ્રંથોનો અમુક ભાગ શ્રીમદ્ સમજાવતા હતા. શ્રીમદ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org