________________
૮૩
નિવૃત્તિક્ષેત્રોમાં શ્રીમદ્ મોટા ભાગે મૌન ધારણ કરતા અને ગુપ્ત રહેવા પ્રયત્ન કરતા. ત્યાં તેઓ પત્રવ્યવહાર પણ ભાગ્યે જ કરતા અને મુમુક્ષુઓનો સંગ પણ ઇચ્છતા નહીં. જો કે ગુપ્ત રહેવાના સતત પ્રયત્ન છતાં તેઓ વારંવાર ઓળખાઈ જતા અને લોકો મોટી સંખ્યામાં તેમનો ઉપદેશ સાંભળવા આવતા. શ્રીમદ્ તેમને નિરાશ કરતા નહીં અને તેમની જિજ્ઞાસાને સંતોષતા. આવી જગ્યાએ તેઓશ્રી તરફથી અપૂર્વ બોધ પ્રાપ્ત થતો હોવાથી મુમુક્ષુઓ એ તકનો લાભ લેવાનું ચૂકતા નહીં. શ્રીમની ઉપદેશ આપવાની શૈલી પણ એવી અદ્દભુત હતી કે લોકો મુગ્ધ બનીને કલાકો સુધી સાંભળ્યા કરતા. તેમના ઉપદેશની વિશેષતા એ હતી કે શ્રોતાજનોએ પૂછવા ધારેલ પ્રશ્નોનું ઉપદેશ દ્વારા આપમેળે જ નિરાકરણ થઈ જતું. વિ.સં. ૧૯૫રથી દેહવિલય પર્વત શ્રીમદે આપેલા બોધનો કેટલોક ભાગ ઉપદેશ નોંધ’, ‘ઉપદેશ છાયા', “વ્યાખ્યાનમાર' આદિ શીર્ષક નીચે “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલ છે.
આમ, વર્ષના ચાર, છે કે તેના કરતાં પણ અધિક માસ સુધી શ્રીમદ્ મુંબઈથી બહાર નિવૃત્તિક્ષેત્રોમાં, અસંગદશાની સાધના અર્થે રહેવાનું થતું. શ્રીમની એકાંતચર્યાની સંપૂર્ણ માહિતી મળી શકતી નથી, પરંતુ જે મુમુક્ષુઓ તેમના સમાગમમાં આવ્યા હતા, તેમની પાસેથી કેટલીક હકીકતો મળેલી છે. ઉપલબ્ધ માહિતી પ્રમાણે શ્રીમતું વિચરણક્ષેત્ર કાલાનુક્રમે નીચે મુજબ ગોઠવી શકાય છે.
વિ.સં. ૧૯૪૬ પછીથી લગભગ દરેક વર્ષે પર્યુષણ કે દિવાળીના અરસામાં શ્રીમદ્ મુંબઈ બહાર રહેતા. તેમાં થોડો વખત તેઓ વવાણિયામાં તેમના કુટુંબ સાથે રહેતા અને બાકીનો સમય ચરોતર, સૌરાષ્ટ્ર કે ઈડર આદિ પ્રદેશોમાં વિચરતા. વિ.સં. ૧૯૪૭માં શ્રીમદે ખંભાતની પાસે રાળજ ગામમાં પર્યુષણ દરમ્યાન સ્થિતિ કરી હતી. તે વખતે કોઈ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org