________________
કરતાં શ્રીમદ્ એક પત્રમાં લખે છે
અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે, તે તો આત્માની સ્વરૂપપરિણતિ વર્તતી હોવાને લીધે છે. આત્માના સ્વરૂપ સંબંધી તો પ્રાયે નિર્વિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે, કારણ કે અન્યભાવને વિષે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી.
૭૯
વન અને ઘર એ બન્ને કોઈ પ્રકારે અમને સમાન છે, તથાપિ વનમાં પૂર્ણ વીતરાગભાવને અર્થે રહેવું વધારે રુચિકર લાગે છે; સુખની ઇચ્છા નથી પણ વીતરાગપણાની ઇચ્છા છે.૧
આ પત્રમાં શ્રીમદે સ્પષ્ટ બતાવ્યું છે કે અંતરંગ પરિણમનમાં નિર્વિકલ્પ સ્વરૂપસમાધિ વર્તતી હોવાથી અન્ય ભાવને વિષે સહજ ગૌણપણું વર્તતું હતું. સ્વરૂપને વિષે તો નિર્વિકલ્પપણું જ રહેતું હતું. અત્યંતર પરિણતિની સામ્યભાવરૂપ ઉગ્રતાના કારણે પરિણમનમાં વન અને ઘર બન્ને સમાન લાગતાં હતાં, અર્થાત્ શાતાભાવમાં સર્વ અન્ય સંયોગો માત્ર જ્ઞેયપણે પ્રતિભાસે એવો સમભાવ ઉત્પન્ન થયો હતો; તથાપિ પૂર્ણ વીતરાગભાવની ભાવના અર્થે વનમાં રહેવું રુચિકર અને યોગ્ય લાગતું હતું. જો કે બાહ્ય અનુકૂળતા કે પ્રતિકૂળતાની ઇચ્છા ન હતી, પણ પૂર્ણ વીતરાગતાની જ ભાવના રહેતી હતી. આમ, નિવૃત્તિની ઝંખના યોગનિવૃત્તિના હેતુ માટે હતી કે જેથી ઉપયોગ સ્વરૂપમાં જ રહે અને અખંડ નિર્વિકલ્પ સમાધિ બની રહે. ઉપાધિના કારણે ઉપયોગ નિર્વિકલ્પપણે સ્વરૂપમાં સ્થિર રહેવા નહીં પામતો હોવાથી નિવૃત્તિ ક્યારે મળે તેનો નિરંતર જાપ તેઓ જપતા હતા, અને તે પ્રારબ્ધ નિવૃત્ત ન થાય ત્યાં સુધી વ્યવહારપ્રવૃત્તિ કરતી વખતે સમત્વભાવ રાખી સમાધિ ધરતા હતા. સર્વસંગપરિત્યાગી થવાની ભાવના તીવ્ર હોવા છતાં તેઓ સંસારપ્રવૃત્તિ શા માટે કરતા હતા તે સમજાવતાં શ્રીમદે ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૧૪ (પત્રાંક-૩૨૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org