________________
૬૮
માસના એક પત્રમાં શ્રીમદે લખ્યું છે
"
જૈન દર્શનની રીતિએ જોતાં સમ્યગ્દર્શન અને વેદાંતની
રીતિએ જોતાં કેવળજ્ઞાન અમને સંભવે છે.૧
વળી, એ પરમ સ્થિતિ પામ્યાનો ઉલ્લેખ શ્રીમદે પોતાના સ્વ-આત્મવૃત્તાંતરૂપ કાવ્યમાં પણ કર્યો છે
-
‘ઓગણીસોં ને સુડતાળીસે, સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે.'શ્વે
શુદ્ધ સમકિતની પ્રાપ્તિ થયા પછી શ્રીમદ્નું આત્મવીર્ય પરમ ઉલ્લાસથી પરમપદની પ્રાપ્તિ તરફ વળ્યું. એક વાર શુદ્ધોપયોગપૂર્વક સ્વરૂપનું વેદન થયેલું હોવાથી ફરી ફરી તે નિર્વિકલ્પ ઉપયોગ માટે તેમને ભાવના રહ્યા કરતી. નિરંતર સ્વરૂપમાં લીન રહેવા માટે શ્રીમદ્ સર્વસંગપરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચરવા ઇચ્છતા હતા, પરંતુ વ્યાવહારિક ઉપાધિના પ્રારબ્ધોદયે ઉગ્ન રૂપ પકડ્યું હતું તથા સાંસારિક ફરજોમાં પણ ઘણો વધારો થયો હતો. શ્રીમદ્નું ચિત્ત અસંગતા તરફ વળ્યું હોવા છતાં સંપ્રાપ્ત વ્યવહારોને તેઓ નિર્લેપ ભાવે અદા કરવાની નિષ્ઠા જાળવતા હતા. વિ.સં. ૧૯૫૨ પછી ઉપાધિનો યોગ ઓસરતો ગયો અને બાહ્યાંતર નિગ્રંથ અસંગદશા પ્રગટ કરવાનો તેમનો મનોરથ ઘણે અંશે પાર પડ્યો. વર્ષના ચાર-છ માસ સુધી મુંબઈથી બહાર નિવૃત્તિક્ષેત્રમાં સાધના અર્થે સતત વિચરવાનું થતું; પરિણામે તેઓ ‘કેવળ લગભગ ભૂમિકા' સુધી પહોંચી શક્યા હતા. આમ, શુદ્ધાત્માનો પ્રકાશ થયા પછી આત્મબળની સતત વૃદ્ધિ કરી શ્રીમદે મોક્ષમાર્ગમાં પોતાનું પ્રયાણ દેહવિલય (વિ.સં. ૧૯૫૭) પર્યંત અવિરત ગતિથી ચાલુ રાખ્યું હતું. શ્રીમનો આ આત્મસાધનાકાળ બાહ્ય સંયોગોની અપેક્ષાએ બે વિભાગમાં વહેંચી
શકાય
૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૧૭ (પત્રાંક-૭૦૮) ૨- એજન, પૃ.૮૦૧ (હાથનોંધ-૧, ૩૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org