________________
૬૦
હું યોગ્ય કરી લઈશ. મારું ચાલતાં સુધી હું તમને દુભાવીશ નહીં અને છેવટે એ જ નિવૃત્તિશ્રેણિ તમને અપ્રિય હશે તોપણ હું જેમ બનશે તેમ જાળવણીથી, તમારી સમીપથી, તમને કોઈ જાતની હાનિ કર્યા વગર બનતો લાભ કરીને, હવે પછીના ગમે તે કાળ માટે પણ તેવી ઇચ્છા રાખીને ખસી જઈશ.'૧
શ્રીમદ્દ્ની વ્યાપાર કરવાની પદ્ધતિ એવી ઉત્તમ હતી કે વિલાયતના કેટલાક વ્યાપારીઓ પણ તેમની પ્રશંસા કરતા. માલ પોતે જાતે જ તપાસીને ખરીદવો, એક જ વેચાણભાવ રાખવો, વ્યાજબી નફો જ લેવો, કોઈનું દિલ દુભાય નહીં તેમ વર્તવું, ગમે તેટલો નફો થતો હોય તોપણ આપેલા વચનથી ફરવું નહીં, હિસાબ ચોખ્ખો અને કાળજીપૂર્વક રાખવો ઇત્યાદિ ઉચ્ચતમ પ્રણાલિકાઓ તેઓ સતત જાળવતા હોવાથી તેમની શાખ એક પ્રામાણિક અને નીતિમાન વેપારી તરીકે ઘણી પ્રસરી હતી. વ્યાપારમાં પણ તેઓ કેટલા ઉદારદિલ હતા તેના પ્રસંગો નોંધાયેલા છે.
એક આરબ વેપારી પોતાના નાના ભાઈ સાથે મુંબઈમાં મોતીની આડતનો વેપાર કરતો હતો. એક દિવસ નાના ભાઈને પોતાના મોટા ભાઈની જેમ મોતીનો મોટો વેપાર કરવાની ઇચ્છા થઈ. તેથી પરદેશથી આવેલો માલ વેચવા માટે કોઈ સારા પ્રામાણિક શેઠનો મેળાપ કરાવવા તેણે દલાલને કહ્યું. દલાલે તેને શ્રીમદ્દો ભેટો કરાવ્યો. શ્રીમદે બધો માલ બરાબર તપાસી જોયો અને તેની વ્યાજબી કિંમત ચૂકવી દીધી. નાનો ભાઈ નાણાં લઈને ખુશ થતો પોતાના ઘરે ગયો. તેણે મોટા ભાઈને વેપારની વાત કરી. મોટા ભાઈએ જેનો માલ હતો તેનો કાગળ બતાવી કહ્યું કે આટલી કિંમત વિના માલ વેચવો નહીં એવી તેણે શરત કરી છે. મોટા ભાઈએ તેને ઠપકો આપ્યો, કારણ કે કાગળમાં લખેલી કિંમત વેચાણભાવ કરતાં ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૨૩૫-૨૩૬ (આંક-૧૫૭, ૧૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org