________________
૯૨
ગયો. તે તરત જ કરગરીને બોલ્યો કે “રાયચંદભાઈ, આપણી વચ્ચે થયેલા હીરાના સોદા અંગે હું ખૂબ જ ચિંતિત થઈ ગયો છું. મારું જે થવાનું હોય તે ભલે થાય, પણ તમે વિશ્વાસ રાખજો કે હું તમને બજારભાવે સોદો ચૂકવી આપીશ. તમે જરા પણ ચિંતા કરશો નહીં.' એ સાંભળીને શ્રીમદ્ કરુણાભર્યા અવાજે બોલ્યા કે “આપણા બન્નેની ચિંતાનું મૂળ કારણ તો આ કાગળિયું જ છેને? એનો જ નાશ કરી દઈએ તો આપણા બનેની ચિંતા મટી જશે.' એમ કહીને શ્રીમદે સહજ ભાવે પેલો દસ્તાવેજ ફાડી નાખ્યો. તત્પશ્ચાત્ શ્રીમદે કહ્યું કે “ભાઈ, આ ખતપત્રને કારણે તમારા હાથ-પગ બંધાયેલા હતા. બજારભાવ વધી જવાથી તમારી પાસે મારા સાઠ-સિત્તેર હજાર રૂપિયા લેણા નીકળે. પરંતુ હું તમારી સ્થિતિને સમજી શકું છું. એટલા બધા રૂપિયા હું તમારી પાસેથી લઉં તો તમારી શી દશા થાય? રાયચંદ દૂધ પી શકે છે, લોહી નહીં.' શ્રીમદ્ભા આ વલણથી તે વેપારી તો આભારવશ બની ફિરસ્તા સમાન શ્રીમ તરફ સ્તબ્ધ બની જોઈ જ રહ્યો. આ બે પ્રસંગોમાં જોઈ શકાય છે કે શ્રીમદ્દનું વલણ સામા માણસને ખુવાર કરી દેવાનું ન હતું, તેમનું વલણ પોતાને થતો નફો જતો કરીને પણ સામા માણસને બચાવી લેવાનું હતું.
આમ, શ્રીમમાં વ્યવહારકુશળતા અને ધર્મપરાયણતાનો સુમેળ હતો. તેમના દૈનિક જીવનવ્યવહારમાં અણીશુદ્ધ પ્રામાણિકતા અને પૂર્ણ નીતિમત્તા વણાયેલી હતી. તેમના પ્રત્યેક કાર્યમાં ધર્મ વણાયેલો જોવા મળતો. આવા વ્યવહાર-પરમાર્થમાં કુશળ શ્રીમદ્ વિષે મહાત્મા ગાંધીજી લખે છે –
ધાર્મિક મનુષ્યનો ધર્મ તેના પ્રત્યેક કાર્યમાં જણાવો જ જોઈએ એમ રાયચંદભાઈએ પોતાના જીવનમાં બતાવી આપ્યું હતું. ધર્મ કંઈ એકાદશીને દહાડે જ, પજુસણમાં જ, ઈદને દહાડે કે રવિવારે જ પાળવાનો, અથવા તો મંદિરોમાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org