________________
૫૩
પદાર્થનો) તે આત્માને કેટલું બંધન કરી સંપત્તિહીન કરે છે, તે આત્મા કોઈ પણ પ્રકારે વિસારીશ નહીં.”
આ ઉપરાંત ગૃહસ્થાશ્રમને લગતા બીજા અનેક ઉદ્ગારોમાં પણ તેમના અત્યંત વિરક્ત ભાવનું પ્રગટ દર્શન થાય છે. સંસાર દુઃખમય લાગતો હોવા છતાં પૂર્વકર્મના કારણે તેઓ તેનાથી છૂટી શકતા ન હતા, પોતે ધારેલી ઝડપથી આગળ વધી શકતા ન હતા અને એ પરિસ્થિતિની તેમને એટલી તીવ્ર ઊંડી અંતરવેદના થતી હતી કે એક પત્રમાં તેમણે દુઃખી મનુષ્યોમાં પોતાને અગ્રેસર ગણાવ્યા હતા. યથાયોગ્ય નિર્ચથદશા વિના ક્ષણભર જીવવું પણ તેમને કઠિન થઈ ગયું હતું.
શ્રીમન્ને સ્ત્રી પ્રત્યે ઉત્સુકતા ન હતી તથા વિષયસુખની અત્યંત અનિચ્છા હતી, તેથી તેઓ અનાસક્ત ભાવે કોઈ પણ જાતના આત્મિક બંધન વિના ઉદયકર્મ વેદતા હતા. તેઓ માનતા હતા કે કુટુંબરૂપી કાજળની કોટડી કષાયનું પ્રબળ નિમિત્ત તથા મોહને રહેવાનો અનાદિ કાળનો પર્વત હોવાથી તેમાં રહેવાથી સંસાર વધે છે અને એકાંતથી જેટલો સંસારક્ષય થાય છે તેનો સોમો ભાગ પણ તે કાજળગૃહમાં રહેવાથી થતો નથી. પરંતુ નિરૂપાયતા હોવાથી તેઓ સહનશીલતાને સુખદાયક માની, જળકમળવત્ રહી ગૃહવાસને વેદતા હતા. બાહ્ય ભાવે ગૃહસ્થાશ્રેણી છતાં અંતરમાં નિર્ગથશ્રેણીની અભિલાષા સેવતા હતા.
શ્રીમદે એક પત્રમાં પોતાના ગૃહસ્થાશ્રમનું મૂલ્યાંકન કરતાં જણાવ્યું છે કે તે અસંતોષપાત્ર ન હતો, તેમ ઉચિત સંતોષપાત્ર પણ ન હતો, પરંતુ તેમની ઉદાસીનતાના કારણે મધ્યમ પ્રકારનો હતો. પ્રારબ્ધપ્રબંધે સ્ત્રી આદિ પ્રત્યે જે કંઈ ઉદય હોય તેથી વિશેષ વર્તન થતી ન હતી. આમ, બાહ્ય દૃષ્ટિએ શ્રીમનું જીવન એક ગૃહસ્થનું હતું, પરંતુ આંતરિક ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૯૫-૧૯૬ (આંક-૭૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org