________________
૫૪ દૃષ્ટિએ એક ત્યાગી, વૈરાગી, આત્મલક્ષી મહાત્માનું જીવન હતું એમ તેમનાં લખાણોને મધ્યસ્થ ભાવથી અવલોકનારને સહેજે પ્રતીત થાય છે. એક વાર શ્રીમન્ને એક ભાઈએ પૂછ્યું હતું કે તેઓ સંન્યાસી જેવી દશા ભોગવતા છતાં ઘર, વેપાર, વ્યવહાર કઈ રીતે ચલાવી શકે છે? ત્યારે શ્રીમદે ઉત્તર આપ્યો હતો કે જાજરૂમાં ઝાડે જવાની જેમ. જાજરૂમાં ઝાડે જતાં તેમાં પ્રેમ-સ્નેહ રાખી કોઈ બેસી નથી રહેતું કે બેસી રહેવા નથી ઇચ્છતું, એ પ્રમાણે શ્રીમદ્ વ્યવહાર સંભાળતા હતા.
આ પ્રકારે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યા પછી પણ સ્ત્રી તથા સંસારનાં સુખો તેમને કિંચિત્માત્ર આકર્ષી શક્યાં ન હતાં. સંસારસંગમાં પણ તેમની અસંગતા અદ્ભુત હતી. લૌકિક વ્યવહારમાં પણ તેમના અંતરમાં આત્મચિંતન શ્વાસની જેમ ચાલતું રહેતું હતું. ગૃહસ્થાશ્રમની ઉપાધિમાં પણ તેઓ પોતાના લક્ષ્ય તરફ આગળ ને આગળ વધતા જતા હતા. પૂર્વકર્મના કારણે બાહ્ય ત્યાગ થઈ ન શકવા છતાં શ્રીમન્નુ અંતઃકરણ તો સાચા અંતરંગ ભાવથી સર્વસંગપરિત્યાગને જ ઝંખતું હતું અને હૃદયમાં તે ભાવના સદોદિત જાગૃત રહી ઉત્તરોત્તર બળવાન બનતી ગઈ હતી. સંસાર-વ્યવહારની વચમાં, અનેક ઇન્દ્રિયવિષયોના નિમિત્તોની વચમાં ઊભા રહી, સંપૂર્ણપણે પોતાની ત્યાગ-વૈરાગ્યવૃત્તિનું સંરક્ષણ કરવું એ શ્રીમન્ની દિવ્ય મહત્તા દર્શાવે છે. તેમની આંતરિક સ્થિતિ એટલી ઉચ્ચ થઈ ગઈ હતી કે પ્રારબ્ધને શાંત ભાવે, સમતાપૂર્વક, સ્વસ્થતાથી વેદવાનું સામર્થ્ય તેમનામાં ઉદિત થયું હતું.
આમ, આત્માર્થને સાધવા માટે ગૃહસ્થાશ્રમ સર્વથા બાધક છે એમ માનનાર માટે શ્રીમનું જીવન એક સ્પષ્ટ પડકારરૂપ છે. મોક્ષનો ધોરીમાર્ગ જો કે બાહ્યાભ્યતર નિર્ગથતા છે, પણ તથારૂપ પ્રવર્તન ન થઈ શકે તો પ્રબુદ્ધ અને સાવધાન ગૃહસ્થ સાધક સતત પ્રામાણિક પુરુષાર્થ દ્વારા ધર્મમાર્ગની આરાધના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org