________________
૫૮ કામકાજ શ્રીમદ્ હસ્તક હતું, તોપણ એકંદરે તો શ્રીમદ્દ જ આ પેઢીના મુખ્ય વ્યવસ્થાપક અને અંતિમ નિર્ણાયક હતા. તેમની વ્યવસ્થાશક્તિના કારણે અલ્પ સમયમાં હિંદની અગ્રેસર ગણાતી પેઢીઓમાં આ પેઢીની ગણના થવા લાગી હતી. પેઢીએ નફો પણ ઘણા સારા પ્રમાણમાં કર્યો હતો.
વિ.સં. ૧૯૫૧ પછી શ્રીમન્ના નાનાભાઈ શ્રી મનસુખભાઈ આ પેઢીમાં જોડાયા અને વિ.સં. ૧૯૫રના જેઠ માસમાં શ્રીમદે પોતે વ્યાપારથી નિવૃત્ત થવાની ઈચ્છા જણાવી, પરંતુ તેમાં શ્રી રેવાશંકરભાઈ તથા શ્રી મનસુખભાઈ સમ્મત ન હોવાથી, માત્ર સલાહકાર તરીકે તેઓ ચાલુ રહ્યા. ઝવેરાત ઉપરાંત કાપડ, ચોખા વગેરેનો વ્યાપાર પણ ચાલતો. વિ.સં. ૧૯૫૫માં ચોખાનો વ્યાપાર મોટા પ્રમાણમાં થયો, જેમાં શ્રીમન્ને બહુ પરિશ્રમ પડ્યો હતો. વિ.સં. ૧૯૫૫ના અંતભાગમાં શ્રીમદ્ ત્યાગવૃત્તિપૂર્વક વ્યાપારથી સર્વથા નિવૃત્ત થયા હતા. પોતાના ભાગમાં આવતી તમામ મિલકત તેમણે પોતાના નાનાભાઈ શ્રી મનસુખભાઈને આપી દેવાનું જણાવ્યું હતું.
શ્રીમદ્ એક શિષ્ટ, પ્રામાણિક અને કુશળ વેપારી હતા. તેમની વ્યવહારકુશળતાના પરિણામે ભાગીદારો વચ્ચે સ્નેહ અને સંપ હતાં. તેમની વચ્ચે મતભેદ કે મનભેદ થતા નહીં. પોતાના ભાગીદારો સાથે પોતે કેમ વર્તવું તે માટેના નિયમો શ્રીમદે વિ.સં. ૧૯૪૬ના અષાઢ માસમાં પોતાની રોજનીશીમાં નોંધ્યા હતા. તે નિયમો વાંચતાં શ્રીમદ્ભી વિચારદશા કેટલી શુદ્ધ, વ્યવહારદક્ષ અને ન્યાયનીતિપૂર્ણ હતી તેનો ખ્યાલ આવશે –
૧. કોઈના પણ દોષ જો નહીં. તારા પોતાના દોષથી જે કંઈ થાય છે, તે થાય છે, એમ માન.
૨. તારી (આત્મ) પ્રશંસા કરીશ નહીં; અને કરીશ તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org