________________
૪૧
પ્રત્યે વૈરાગ્ય આવવાનું બીજું એક નિમિત્ત પણ શ્રીમને મળ્યું હતું. વિ.સં. ૧૯૪૫માં અમદાવાદમાં શેઠ દલપતભાઈ ભગુભાઈના વંડે શ્રીમદે અવધાન કરી દેખાડ્યાં હતાં. ત્યાં તેમના જ્યોતિષજ્ઞાનનો અનેક વ્યક્તિઓએ લાભ લીધો હતો. ત્યારે કોઈ બીમાર વ્યક્તિ માટે પ્રશ્ન કરવામાં આવતાં તેનું અનિષ્ટ દેખી દયાર્દ્ર શ્રીમને ખૂબ લાગી આવ્યું. તે વખતે તો પૂછનારને સાચો જવાબ આપ્યો અને કહ્યું, ‘અમારે શું આવા દુઃખદ સમાચાર આપવા?' આ પ્રસંગે તેમના કરુણાર્દ્ર અંતર ઉપર એવી અસર કરી કે તેઓ જ્યોતિષ પ્રત્યે વધુ ઉદાસીન થયા. જ્યોતિષશાસ્ત્રમાં પ્રવીણ શ્રીમદે વિ.સં. ૧૯૪૭માં એ જ્ઞાનને બોજારૂપ ગણી સાવ છોડી દીધું હતું અને પછીથી તે તરફ જોયું પણ ન હતું. ત્યારપછી કોઈ પણ વ્યક્તિને એ બાબતમાં કશો ઉત્તર આપતા નહીં અને જેમ બનવાનું છે તેમ જ બને છે એમ જણાવી પૂછનાર વ્યક્તિના મનનું સમાધાન કરતા. એક વખતે કોઈ માંદા માણસ અંગે તેમનાં પૂજ્ય માતુશ્રીએ ફ્લાદેશ પૂછતાં શ્રીમદે જણાવેલું કે તેમણે એ જોવાનું છોડી દીધું છે. પ્રારબ્ધમાં હશે તેમ થશે. જે કાળે જે પ્રારબ્ધોદય હોય તેને સમપણે વેદી લેવો એ ધર્મ છે, એ વિદ્યા છે, એ જોષ છે અને એ ફલશ્રુતિ છે અને એ છૂટવાનો રસ્તો છે.
શ્રીમદ્દ્ના હૃદયસખા શ્રી સૌભાગ્યભાઈ વિ.સં. ૧૯૪૭થી ઘણી જ આર્થિક સંકડામણમાં મુકાતાં તેમણે તે અંગે શ્રીમદ્ન પત્રો લખ્યા હતા, જેમાં તેઓ જ્યોતિષ, મંત્ર, સિદ્ધિજોગ આદિ વિષે પૂછતા. તેઓ આર્થિક મુશ્કેલીથી મૂંઝાઈને શ્રીમદ્દ્ન જ્યોતિષ જોઈ પોતાનું ભાવિ જણાવવા વારંવાર વિનવતા, પણ શ્રીમદ્ તેમને આકુળતા ત્યજી પ્રાપ્ત સ્થિતિ સમપણે વેદી લેવાનો બોધ આપતા તથા જ્યોતિષનું કલ્પિતપણું સમજાવી તે સંબંધી વિકલ્પ પણ ન કરવા ઉપદેશતા. તેમણે નિષ્કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org