________________
(૫) ધર્મમંથન
શાળાના અભ્યાસ પછી શ્રીમદ્દે શ્રુતની ઉત્કટ ઉપાસના આદરી. તેમનું વલણ મોક્ષાભિમુખ હોવાથી તેર વર્ષની વયથી તેઓ વૈરાગ્યના અને તત્ત્વવિચારણાના ગ્રંથોનો અભ્યાસ કરવા લાગ્યા. તેમને શાસ્ત્રજ્ઞાન મેળવવા ખાસ પુરુષાર્થ કરવો પડ્યો ન હતો. જ્ઞાનની નિર્મળતાના કારણે તેમને બધાં શાસ્ત્રોનું જ્ઞાન ઘણી જ શીવ્રતાથી થઈ જતું હતું. સંસ્કૃત-પ્રાકૃત ભાષાનો અભ્યાસ વ્યવસ્થિત રીતે કર્યા વિના પણ તેમને તે ભાષાનાં પુસ્તકો વાંચતાં ઘણો અલ્પ સમય લાગતો હતો. સવા વર્ષમાં જ તેમણે બધાં જૈન આગમો અવલોકી લીધાં હતાં. એક વખત વાંચતાં જ તેમને તે ગ્રંથોનો પરમાર્થ સમજાઈ જતો અને તેમની તીવ્ર સ્મરણશક્તિના કારણે તે ગ્રંથો મુખપાઠ જેવા થઈ જતા હતા. તેમનું આગમજ્ઞાન એટલું ઊંડું, તલસ્પર્શી અને તત્ત્વગ્રાહી હતું કે તેની ઝીણામાં ઝીણી વિગત તેમને હૃદયગત હતી. તેમની આંતરિક શક્તિના કારણે તેમણે ન વાંચ્યાં હોય તેવાં શાસ્ત્રોનું જ્ઞાન પણ તેમને ઘણી વખત આપોઆપ પ્રગટતું હતું. તેઓ શાસ્ત્રવાંચન કરતા ત્યારે તેમની પાસે બેસનારને તો એમ જ લાગતું કે તેઓ માત્ર પાનાં જ ફેરવે છે અને છતાં તે શાસ્ત્રમાં તેમનો ઉપયોગ ફરી વળતો.
જન્મક્ષેત્ર વવાણિયામાં જેટલું ધાર્મિક સાહિત્ય ઉપલબ્ધ હતું તેટલું તો આશુપ્રજ્ઞ શ્રીમદ્ શીઘ્ર વાંચી ગયા, પણ તેટલામાત્રથી તેમની જ્ઞાનપિપાસા તૃપ્ત ન થતાં તેઓ અન્ય સ્થાનેથી પણ પુસ્તકો મેળવતા. વળી, શ્રીમદ્દ્ન શાસ્ત્રજ્ઞાન અમુક સંપ્રદાય પૂરતું જ સીમિત ન હતું. તેમણે ભિન્ન ભિન્ન સંપ્રદાયો તથા ધર્મોના ગ્રંથોનું વિશાળ પ્રમાણમાં વાંચન કર્યું હતું. પ્રબળ ક્ષયોપશમના કારણે તત્ત્વજ્ઞાન જેવા ગૂઢ વિષયમાં પણ તેમનો પ્રવેશ સરળતાથી થયો હતો અને ધર્મજ્ઞાન સીધું મૂળ ગ્રંથોમાંથી જ મેળવવા તેઓ શક્તિમાન થયા હતા. ભારતના પ્રાયઃ સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org