________________
૨૬ નિરૂપણ થયું છે. પ્રસ્તુત ગ્રંથમાં તેમણે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્રરૂપ મોક્ષનો માર્ગ મતભેદ વિના બોધ્યો છે. મોક્ષમાળા'નું પ્રકાશન તેમણે પોતે જ કરાવ્યું હતું. તેને છપાવવામાં વિલંબ થવાના કારણે અગાઉથી નોંધાયેલા ગ્રાહકોની વ્યાકુળતા ટાળવા, વિ.સં. ૧૯૪રમાં, તેમણે રસપ્રદ દષ્ટાંતો સહિત બાર ભાવનાનું પરમ ભાવવાહી સ્વરૂપ આલેખતો વૈરાગ્યસભર ભાવનાબોધ' નામનો ગ્રંથ રચીને ગ્રાહકોને ભેટરૂપે આપ્યો હતો. આ પ્રસંગ શ્રીમન્નાં વિવેક, કાર્યકુશળતા અને જવાબદારીનું ભાન દર્શાવે છે.
આ સમય દરમ્યાન શ્રીમદ્ અલૌકિક વૈરાગ્ય વર્તતો હતો. તેમણે એક વખત જણાવ્યું હતું કે “મોક્ષમાળા'ની રચના વખતે તેમને યોગવાસિષ્ઠના વૈરાગ્ય પ્રકરણમાં વર્ણવેલ શ્રી રામચંદ્રજીના વૈરાગ્ય જેવો વૈરાગ્ય વર્તતો હતો, તે એટલે સુધી કે તેમણે ખાધું છે કે નહીં તેનો પણ તેમને ખ્યાલ રહેતો નહીં. તેમનો આ ઉર વૈરાગ્ય “મોક્ષમાળા'ના વૈરાગ્યવિષયક શિક્ષાપાઠોમાં સ્પષ્ટપણે દૃષ્ટિગોચર થાય છે. તેમનો વૈરાગ્ય ઉત્તરોત્તર વેગ પકડતો ગયો હતો અને “ભાવનાબોધ'ના સર્જનકાળે તો તે વૈરાગ્ય પરમ અદ્દભુત ભાવે પરિણમ્યો હતો અને તેથી જ તેમણે પોતાના જીવનના મુખ્ય પ્રસંગો અમર કરનાર કાવ્યમાં પ્રકાશ્ય છે –
ઓગણીસસે ને બેતાળીસે, અભુત વૈરાગ્ય ધાર રે.૧
આમ, શ્રીમદ્ જેવા પરમ વિચક્ષણ પુરુષ દ્વારા નિષ્પક્ષપાત છતાં પરીક્ષાપ્રધાન પ્રજ્ઞાની એરણે વિવિધ દર્શનોની તર્ક અને યુક્તિથી કરાયેલી ચકાસણીમાં સહજાન્મસ્વરૂપની પ્રાપ્તિ કરવા અર્થે જે શુદ્ધ ધર્મ, જે વિચારધારા, જે તત્ત્વદર્શન પરિપૂર્ણ સમર્થ ઠર્યું; તે અદ્ભુત, વિશાળ અને યથાર્થ એવા વિતરાગદર્શનમાં જ તેમની પ્રતિભાવંત અન્વેષકબુદ્ધિ ઠરી, એમાં ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૮૦૧ (હાથનોંધ-૧, ૩૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org