________________
૩૦ ઘેર ન આવતાં તરત જ રવજીભાઈને ત્યાં પરભારા ગયા. તેમને ઘરની સાંકળ ઠોકીને ઉઠાડ્યા; પછી કહ્યું કે, રવજીભાઈ, તમારો દીકરો તો કોઈ દેવતાઈ જાગ્યો! ગજબ કરી નાખ્યો!
ત્યારપછી શ્રીમદ્ પોતાના કાર્યપ્રસંગે જામનગર ગયા હતા. ત્યાંના વિદ્વાનો સમક્ષ તેમણે જુદી જુદી બે સભામાં બાર અને સોળ એમ બે વિધિથી અવધાન કરી બતાવ્યાં હતાં. તે અદ્ભુત પ્રયોગ નિહાળનાર સમગ્ર સભા ખૂબ પ્રસન્ન થઈ ગઈ હતી. અહીં તેમને 'હિન્દના હીરા'નું બિરૂદ અર્પણ કરવામાં આવ્યું હતું. જામનગરના બે વિદ્વાનો આઠ-દસ વર્ષથી અવધાન કરવા માટે તનતોડ મહેનત કરતા હતા, પણ તે વૃથા ગઈ હતી. તેથી ત્યાંના વિદ્વાનોને સોળ અવધાનો કરનારા શ્રીમદ્ પ્રત્યે બહુમાન અને આશ્ચર્ય ઉત્પન્ન થયાં હતાં.
ત્યારપછી વઢવાણમાં તેમણે કર્નલ એચ. એલ. નટસાહેબ, બીજા રાજવી પુરુષો તથા મંત્રીમંડળ વગેરે મળી આશરે બે હજાર પ્રેક્ષકો સમક્ષ સોળ અવધાનો કરી બતાવ્યાં હતાં. આ અવધાનો જોઈને આખી સભા આનંદમાં ગરકાવ થઈ ગઈ હતી અને પ્રેક્ષકોએ એક અવાજે તાળીઓ પાડી હતી. સઘળા સભાજનોએ તેમની આ અજબ શક્તિની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. અંગ્રેજ સાહેબો, લેડીઓ, રાજાઓ, કારભારીઓ અને મહાવિદ્વાનો દંગ થઈ ગયાં હતાં અને ઉપરાઉપરી શ્રીમદ્દી પ્રશંસા કરતાં ભાષણો થયાં હતાં. આવું નરરત્ન ભારતમાં વિદ્યમાન છે એમ વિચારી સહુ હર્ષથી પુલકિત થયા હતા. ગુજરાતી', “મુંબઈ સમાચાર', 'લોકમિત્ર’, ‘ન્યાયદર્શક' વગેરે પત્રોમાં શ્રીમન્નાં યશોગાન ગવાવા લાગ્યાં હતાં.
શ્રીમદે સોળ અવધાન પછી બોટાદમાં તેમના શ્રીમંત મિત્ર શેઠ શ્રી હરિલાલ શિવલાલની ઉપસ્થિતિમાં સીધાં બાવન અવધાન સહજપણે કરી બતાવ્યાં હતાં. તેમણે ખાસ પરિશ્રમ કે પૂર્વ૧- “શ્રીમદ્ રાજચંદ્ર અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ', બીજી આવૃત્તિ, પૃ.૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org