________________ (2) શ્રી જયાનંદ કેવળા ચરિત્ર. સ્વામી તમારા કલ્યાણને માટે હો. જે (ધર્મ) ની લક્ષ્મી કુટિલ માણસને પ્રાપ્ત થતી નથી એવા જે (ભગવાન) ના ધર્મને ભજનાર ધાર પુરૂષ બે પ્રકારના શત્રુઓને જીતે છે, તે શ્રી મહાવીર સ્વામીને. હું ભજું છું. જેમના કલ્યાણક દિવમાં પ્રાપ્ત થયેલા દેવો અને અસરાઓના સમૂહો સ્વર્ગ અને પૃથ્વીનો ભેદ દૂર કરે છે, તે સર્વ તીર્થકર જયવંત વર્તો. જેમ માતા પિતાના આશ્રિત બાળકોને પદ-વિન્યાસ કરતાં–પગલાં ભરતાં શીખવે છે, તેમ જે દેવી પોતાના આશ્રિત કવિઓને શા માર્ગમાં ગતિ કરવા માટે પદવિ-. ન્યાસ–શબ્દરચના કરતાં શીખવે છે, તે સરસ્વતી દેવી મનોવાંછિત આપે. અહો ! જેના આગમજ્ઞાનરૂપી સમુદ્રમાં પ્રવેશ કરતી સત્પરૂષની બુદ્ધિ જડતા રાહત થાય છે, તે શ્રીદેવસુંદર નામના સદગુરૂની હું સ્તુતિ કરું છું. જાણે અમૃતના મેઘ હોય તેવા ઉન્નત અને ગર્જના કરતા એવા જે ગુરૂએ શાશ્વરસની વૃષ્ટિ કરી પત્થર જેવા મારા વિષે પણ વિદ્યાલતાના અંકુરો ઉત્પન્ન કર્યા, તે જગતના તાપને હરણ કરનાર અને કુરાયમાન વિદ્યુતવાળા સુઘનાગમ રૂપ શ્રીજ્ઞાનસાગર નામના જગશુરૂ સૂરીશ્વરની હું સ્તુતિ કરૂં છું. જ્ઞાનરૂપી સૂર્ય સમાન જેમની પાસે અન્ય વાદીએ ઉભું જેવા દેખાય છે, એવા વિશ્વના પૂજ્ય શ્રીસેમસુંદર સૂરિ મહારાજ જય પામે. આ પ્રમાણે પૂજ્યના સમૂહની સ્તુતિ કરીને નિસુંદરસૂરિ જેનધર્મના ઉપદેશવડે પોતાની વાણું સફલ કરે છે. કહ્યું છે કે - 1 બાહ્ય અને અત્યંતર શત્રુ (કર્મરૂપી) 2 દેવ અને દેવાંગનાઓ પૃથ્વી પર આવી મનુષ્યની સાથે એકત્ર થઈ ઉત્સવો કરે છે, તેથી સ્વર્ગ અને પૃથ્વીમાં તફાવત રહેતો નથી. ( 3 સમુદ્રમાં પ્રવેશ કરનાર મનુષ્ય જળ સહિત થવો જોઈએ અથવા જડ એટલે ટાઢવાળો કે જોઈએ, તેને બદલે તેવો ન થવાથી આ આશ્ચર્ય છે. '. 4. વિશેષ કાંતિવાળા ગુરૂ, વીજળીવાળા મેઘ. 5 સારા અને ઘણા આગમને જાણનાર ગુરૂ, અન્ય પક્ષે સારા મેઘનું આગમન. 1 થોડું સળગેલું લાકડુંઉંબાડિયું. 6 કર્તાએ પિતાનું નામ બતાવ્યું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust