________________
[૨] જૈન ધર્મની સાથે સાથે હિન્દુ ધર્મની પણ કુસેવા કરી છે. તદુપરાંત તેઓ અનાદિકાળથી પ્રચલિત ધર્મોના અરસપરસના સહકારની ભાવનામાં વૈમનસ્યને ભાવ જગાવી રહ્યાં છે, સસ્તી લોકપ્રિયતાના મોહમાં અંધ બની ભારતીય ઈતિહાસને વિકૃત કરી રહ્યા છે. આ વ્યાખ્યાતાઓ અસહિષ્ણુ બની જૈન ધર્મને હિન્દુ ધર્મના વિરોધી, વેદ વિરોધી ધર્મ, નાસ્તિક ધર્મ વગેરે પ્રકારના માન-અકરામ (!!) થી નવાજી અટકયા નથી તેઓ એ તે આવેશમાં આવી એટલે સુધી કહી નાખ્યું છે, “પર્વતકાય ગજરાજના પગ તળે ચગદાય મરવું શ્રેયસ્કર છે પણ જૈન દેરાસરમાં તે પગ ન જ મૂકો” વળી આ વિધાનની પુષ્ટિ માટે તેઓ અનેક ગ્રંથનાં દષ્ટાંતે ટાંકવાની નિરર્થક ચેષ્ટા પણ કરી રહ્યા છે પરંતુ હું બેધડક કહું છું કે આવી કટુ આચના ન તે કઈ વેદગ્રંથમાં કે ન તે કઈ મહાનગ્રંથમાં વાંચવા મળે છે. અલબત્ત મને લાગે છે કે તેમાં જે તે પાઠકને દષ્ટિદેષ યા તે કૃતિદોષ થયું હશે કારણ કે એ વિધાન આ મુજબ હશે. “જનમંદિરમાં જવા કરતાં પર્વતકાય હાથીના પગ નીચે ચગદાય જવું શ્રેયકર છે” સ્પષ્ટ છે કે જૈન મંદિર નહિ પરંતુ જનમંદિર. જનમંદિર એટલે વૈશ્યાગૃહ એ અર્થ સ્પષ્ટ કરવાની ભાગ્યે જ જરૂર હોય! આ માત્ર અનુમાન જ નથી પરંતુ તેની પૃષ્ઠભૂમિમાં સત્યનું બળ પણ છે કારણ કે તત્કાલીન પ્રતિહાસ સાક્ષી પૂરે છે કે તે સમાજ અને તે સમય પૂર્વે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org