________________
આ વિષય ઉપર એક કપિત કથા છે.
એક શિષ્ય, ગુરૂ પાસે જ્ઞાન મેળવવા ગયો ગુરૂએ કહ્યું, વૈરાગ્ય ધારણ કરીને આવ.
શિષ્ય કહ્યું, ઘરબાર તે છોડી દીધાં છે, હવે કેના ઉપર વૈરાગ્ય કરું?
ગુરૂએ કહ્યું, જેના ઉપર વૈરાગ્ય લાવવાનું છે, તેના ઉપર હજી વૈરાગ્ય આવ્યો નથી.
શિષ્ય ફરી પૂછયું, કેની ઉપર વૈરાગ્ય કરું?
ગુરૂએ કહ્યું, જગતમાં ખરાબમાં ખરાબ જે વસ્તુ હેય, તેના ઉપર તું વૈરાગ્ય કર.
શિષ્ય વિચારીને કહ્યું, એવી વસ્તુ, મને તે માત્ર વિઝા લાગે છે. તેના ઉપર મને વૈરાગ્ય છે જ.
ગુરૂએ હસીને કહ્યું, વિષ્ટાને પૂછી જે.
તે પ્રમાણે પૂછતાં વિઝામાંથી એક સફરજન નીકળ્યું અને બાહ્યું કે ગઈ કાલે હું ટેપલામાં હતું ત્યારે બધા લોકો મારા પર નજર કરતા હતા, અત્યારે મારી આ દશા તારા શરીરના સંસર્ગથી થઈ છે.
પછી એક લાડુ નીકળ્યો. તેણે કહ્યું કે ગઈ કાલે મારા શરીર ઉપર સોનાના વરખ છાપેલા હતા ત્યારે બધા લોકે મને જોઈને ગ્રહણ કરવાની ઈચ્છા કરતા હતા, આજે મારી આ દશા તારા શરીરના સંસર્ગથી થઈ છે. જૈન તત્વ રહસ્ય
[ ૯