________________
તે વિરેચન. લંઘન વડે જૂના મળ બની જાય છે, એટલે આપોઆપ જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને ભૂખ લાગે છે. એ રીતે વિરેચન વડે પણ પેટના મળ નીકળી જાય છે, તેથી ભૂખ લાગે છે.
અહીં સંવેગ એ લંઘનના સ્થાને છે અને વૈરાગ્ય-એ વિરેચનનાં સ્થાને છે. | સંવેગ અને વૈરાગ્યરૂપ ઘન અને વિરેચન વડે આત્મામાંથી મોહનીય આદિ કર્મરૂપી મળ ઓછા થાય છે અને મોક્ષનું સાચું સુખ મેળવવા માટે તેમજ સંસારના ત્રિવિધ તાપથી મુક્ત થવા માટે ધર્મ કરવાની સાચી ભૂખ લાગે છે- ધર્મના હેતુઓ રૂપ અહિંસા, સંયમ, તપ વગેરેનું સેવન કરવાની તીવ્ર તાલાવેલી લાગે છે, તથા સદનુષ્ઠાનેના પ્રેરક દેવ, ગુરૂ અને ધર્મએ તત્ત્વત્રયી પ્રત્યે અંતરની પ્રીતિ જાગી ઉઠે છે.
જગતના સ્વભાવનું ચિંતન કરવું એટલે મુખ્યત્વે સંસારના સુખની અનિત્યતાને વિચાર કર.
કાયાના સ્વભાવનું ચિંતન કરવું એટલે શરીરની અશુચિતા અને અરમણીયતાને વિચાર કરો.
કહ્યું છે કે મલીન, પરૂ અને કૃમિના સમૂહથી ભરપુર, સ્વભાવથી દુર્ગધી, અપવિત્ર મળ-મૂત્રના સ્થાનરૂપ એવા શરીરમાં મૂખ લેકે રમણ કરે છે. પરંતુ પંડિત પુરુષ રમણ કરતા નથી. ૮ ]
જૈન તત્વ રહસ્ય